MALIYA (Miyana):માળિયા મિયાણા નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો યથાવત: ગઢ સાચવવામાં સફળ, ભાજપની પણ એન્ટ્રી!





માળિયા મિયાણા નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો યથાવત: ગઢ સાચવવામાં સફળ, ભાજપની પણ એન્ટ્રી!

માળિયા (મિયાણા): સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬ ના પરિણામો જાહેર થતા જ માળિયા મિયાણા નગરપાલિકામાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાતી આ નગરપાલિકામાં આ વખતે પણ કોંગ્રેસે પોતાનું વર્ચસ્વ જાળવી રાખી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. જોકે, આ વખતે ભાજપે પણ આ ગઢમાં ગાબડું પાડીને પોતાની હાજરી નોંધાવી છે.

કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાયેલી આ જંગમાં રસાકસીભર્યો જંગ જોવા મળ્યો હતો:
કોંગ્રેસની ભવ્ય જીત: ૨૪ માંથી ૧૭ બેઠકો પર વિજય મેળવી કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે.
ભાજપનું ખાતું ખુલ્યું: વર્ષોના ઈન્તજાર બાદ ભાજપે ૬ બેઠકો પર જીત મેળવીને આ કોંગ્રેસી ગઢમાં મજબૂત એન્ટ્રી કરી છે.માળિયા મિયાણા હંમેશાથી કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. ૧૭ બેઠકો સાથે કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે સ્થાનિક સ્તરે હજુ પણ તેમનું સંગઠન મજબૂત છે. બીજી તરફ, ભાજપ દ્વારા ૬ બેઠકો અંકે કરવી એ સૂચવે છે કે આગામી સમયમાં અહીં રસાકસી વધી શકે છે.



