GUJARAT
MORBI:મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જેતપર બેઠક પર ભાજપનો વિજય

MORBI:મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જેતપર બેઠક પર ભાજપનો વિજય
ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો હેઠળ તાજેતરમાં યોજાયેલી મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીનું સત્તાવાર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી જે. એસ. વાઢેર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જેતપર મતદાર વિભાગમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો છે.

ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરાયેલ વિગતો મુજબ જેતપર બેઠકની સ્થિતિ નીચે મુજબ છે:
મતદાર વિભાગનું નામ: જેતપર (ક્રમાંક: ૯)
વિજેતા ઉમેદવાર અશ્વિન ચંદુભાઈ ડાંગર, ભારતીય જનતા પાર્ટી (BJP).શૈ.પ. (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ – સ્ત્રી) આ જાહેરાત ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો, ૧૯૯૪ ના નિયમ-૬૩ ના પેટા નિયમ (૧) અનુસાર કરવામાં આવી છે. વિજેતા ઉમેદવાર અશ્વિન ચંદુભાઈ ડાંગર હવે જેતપર વિસ્તારનું જિલ્લા પંચાયતમાં પ્રતિનિધિત્વ કરશે.



