MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લા પંચાયત: નેકનામ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય; ગીતાબેન ડુબરિયા ચૂંટાયા





MORBI:મોરબી જિલ્લા પંચાયત: નેકનામ બેઠક પર કોંગ્રેસનો ભવ્ય વિજય; ગીતાબેન ડુબરિયા ચૂંટાયા

મોરબી: જિલ્લા પંચાયતની રસાકસીભરી ચૂંટણીમાં નેકનામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન રમેશભાઈ ડુબરિયાએ શાનદાર જીત હાંસલ કરી છે. આ જીત સાથે જ જિલ્લા પંચાયતમાં સત્તાના સમીકરણો તેજ બન્યા છે અને હવે પ્રમુખપદ પર કોંગ્રેસ પોતાનો દબદબો જાળવી રાખશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

નેકનામ બેઠક પર શરૂઆતથી જ રસાકસી જોવા મળી હતી, પરંતુ અંતે ગીતાબેન ડુબરિયાએ મતદારોનો વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી છે.
વિજેતા ઉમેદવાર: ગીતાબેન રમેશભાઈ ડુબરિયા (કોંગ્રેસ) નેકનામ બેઠક, મોરબી જિલ્લા પંચાયત, પ્રમુખ પદ પર કોંગ્રેસનો કબ્જો? ગીતાબેન ડુબરિયાની આ જીત બાદ કોંગ્રેસ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.




