છોટાઉદેપુર જિલ્લાની નવરચિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક સામાન્ય ચૂંટણી અત્યંત ઉત્સાહપૂર્ણ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યમાં નવરચિત ૮ નગરપાલિકાઓ પૈકી જિલ્લાની દ્રષ્ટીએ છોટાઉદેપુર જિલ્લાની બોડેલી નગરપાલિકામાં સૌથી વધુ ૭૭.૬૯ ટકા જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોડેલી નગરપાલિકાના કુલ ૭ વોર્ડના ૨૮ ઉમેદવારો પૈકી ૬ ઉમેદવારો અગાઉ બિનહરીફ જાહેર થયેલ હોવાથી, બાકીની ૨૨ બેઠકો માટે મતગણતરી હાથ ધરવામાં આવી હતી.
ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણીમાં સ્થાનિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં કુલ ૧૪,૦૧૫ મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ૭,૩૩૮ પુરુષ મતદારો અને ૬,૬૭૭ સ્ત્રી મતદારોનો સમાવેશ થયો હતો, ૭૭.૬૯ ટકા જેટલા મતદાન સાથે બોડેલીએ રાજ્યની અન્ય નવરચિત નગરપાલિકાઓ સમક્ષ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
રિપોર્ટર તોસીફ ખત્રી
«
Prev
1
/
151
Next
»
મોટા પ્રમાણમાં AAPના ઉમેદવારો જીતીને આવશે: #manojSorathiya