Rajkot: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી – ૨૦૨૬ રાજકોટ જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતોના પરિણામો જાહેર

તા.૨૮/૪/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજ્ય ચૂંટણી આયોગના આદેશાનુસાર રાજકોટ જિલ્લામાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓનું પરિણામ આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ તાલુકા પંચાયતોની કુલ ૧૯૮ બેઠકો પર પરિણામ જાહેર થયું છે, જ્યારે ૪ બેઠકો અગાઉ બિનહરીફ થઈ હતી.
ધોરાજી તાલુકા પંચાયતની ૧૫ બેઠકોના પરિણામ જાહેર થયા છે. જેમાં ભાજપે ૧૧ બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે કોંગ્રેસે ૩ અને આમ આદમી પાર્ટીએ ૧ બેઠક મેળવી છે.
ગોંડલ તાલુકા પંચાયતની ૨૧ બેઠકો પર પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપે ૧૭ બેઠકો પર જીત મેળવી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ ૪ બેઠકો પર જીત મેળવી છે. જામકંડોરણા તાલુકા પંચાયતમાં ભાજપે ૧૬માંથી ૧૫ બેઠકો જીતી છે, જ્યારે ૧ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે.
જસદણ તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાંથી ભાજપને ૧૫, આમ આદમી પાર્ટીને ૬ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. જેતપુર તાલુકા પંચાયતની ૧૯ બેઠકો પૈકી ભાજપે ૧૫ બેઠકો જીતી છે, જ્યારે આમ આદમી પાર્ટીને ૩ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. રાજકોટ તાલુકા પંચાયતની ૨૧ બેઠકોના પરિણામ જાહેર થયા છે જેમાં ભાજપે ૧૮ બેઠકો જ્યારે આમ આદમી પાર્ટીએ ૩ બેઠકો જીતી છે. પડધરી તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૪ બેઠકો જીતી છે. લોધીકા તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૧, આમ આદમી પાર્ટીએ ૪ અને ૧ બેઠક અપક્ષ ઉમેદવારે જીતી છે.
વિંછીયા તાલુકા પંચાયતની ૧૮ બેઠકો પૈકી ભાજપે ૧૪ કોંગ્રેસે ૪ બેઠકો પર જીત મેળવી છે. કોટડા સાંગાણી તાલુકાની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૧૨, આમ આદમી પાર્ટી ૩ અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. જ્યારે પડધરી તાલુકાની ૧૬ બેઠકો પૈકી ૧૨ બેઠકો ભાજપને, ૪ બેઠકો કોંગ્રેસને મળી છે. ઉપલેટા તાલુકામાં ૧૮ બેઠકોમાંથી ૯ બેઠકો ભાજપને, ૮ બેઠકો કોંગ્રેસને અને ૧ બેઠક આમ આદમી પાર્ટીને મળી છે.
તાલુકા પંચાયતની ચાર બેઠક બિનહરીફ થઈ છે, જેમાં ૦૭-ગઢડા, ૦૪-દાળીયા, ૧૧-મેવાસા તથા ૦૧-ભાદાજાળીયાનો સમાવેશ થાય છે.




