HALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD:હળવદ: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સામે ‘પાસા’ તળે જેલ હવાલે





HALVAD:હળવદ: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ આરોપી સામે ‘પાસા’ તળે જેલ હવાલે

હળવદ: હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂના વેચાણ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ શખ્સ સામે તંત્રએ લાલ આંખ કરી છે. કળમાદ (તા. મૂળી, જિ. સુરેન્દ્રનગર) ના વતની જયરાજ દીલુભાઈ ઉર્ફે દીલીપભાઈ બોરીચા વિરુદ્ધ હળવદ પોલીસે પાસા (PASA) દરખાસ્ત તૈયાર કરી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી.

જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબી દ્વારા આરોપી વિરુદ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, હળવદ પોલીસ દ્વારા ત્વરિત એક્શન લેવામાં આવ્યા હતા. આરોપીને સત્વરે ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
પોલીસની આ ટીમોએ આરોપીને દબોચી લઈ, પાસા એક્ટના કાયદા હેઠળ ડિટેઈન કરી સુરત અથવા અન્ય નિર્ધારિત જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.




