HALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદ: ચરાડવા-કડીયાણા સીમમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : એક શખ્સ ઝડપાયો

HALVAD:હળવદ: ચરાડવા-કડીયાણા સીમમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : એક શખ્સ ઝડપાયો

 

હળવદ તાલુકાના ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલી વાડીમાંથી થયેલ કેબલ ચોરીનો વણઉકેલાયેલો ગુનો ઉકેલવામાં હળવદ પોલીસને સફળતા મળી છે. પોલીસે ચોરીમાં ગયેલ ₹૧,૦૦,૦૦૦ની કિંમતનો ૧૬૦૦ ફૂટ કોપર કેબલ વાયર રિકવર કરી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના રવાપર રોડ પર રહેતા લાલજીભાઈ અણદાભાઈ સવસાણીએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ચરાડવા-કડીયાણા ગામની સીમમાં આવેલી તેમની વાડીની ઓરડીમાં રાખેલો આશરે ૧૬૦૦ ફૂટ જેટલો કોપર કેબલ વાયર (કિંમત ₹૧,૦૦,૦૦૦/-) કોઈ અજાણ્યો શખ્સ રાત્રિના સમયે ચોરી કરી ગયો છે. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આ અનડિટેક્ટ ગુનાને ઉકેલવા માટે હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ સતત કાર્યરત હતો. દરમિયાન, બાતમી અને તપાસના આધારે પોલીસે કેશુ ઉકાભાઈ રાઠોડ (રહે. ગામ સુસવાવ, તા. હળવદ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલ તમામ ૧૬૦૦ ફૂટ કોપર કેબલ વાયર, જેની બજાર કિંમત ₹૧,૦૦,૦૦૦/- થાય છે, તે મૂળ મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!