MORBI :મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ૪ પીવાના પાણીના પ્લાન્ટના નમુના લેવાયા.





MORBI :મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ૪ પીવાના પાણીના પ્લાન્ટ ના નમુના લેવાયા.


મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા સત્યમ વોટર, રાજા મિનરલ વોટર, દેવ વોટર સપ્લાય, અને સુપર ડીલક્ષ વોટર, ના પ્લાન્ટ માંથી નમુના લેવામાં આવ્યા હતા જેમાં થી નવલખી રોડ પર આવેલા દેવ વોટર સપ્લાય તેમજ સુપર ડીલક્ષ વોટર માં પાણી ના નમુના નું પરિણામ અસંતોષકારક આવતા બંને પાણી ના પ્લાન્ટ ના પેઢી ને નોટીસ પાઠવવામાં આવી અને જ્યાં સુધી પાણી ના શુદ્ધિકરણ નું પરિણામ સંતોષકારક ન આવે ત્યાં સુધી કામગીરી બંધ કરવા માટેની સુચના ફૂડ શાખા દ્વારા આપવામાં આવી. આ સાથે મોરબી મહાનગરપાલિકા નાં હદ વિસ્તાર માં આવેલા તમામ પાણી ના પ્લાન્ટ નાં વેપારી ઓ ને તાકીદ કરવા માં આવે છે કે પાણી નું શુદ્ધિકરણ અને પાણી ની ગુણવત્તા જળવાય રહે અન્યથા મોરબી મહાનગરપાલિકા ની ફૂડ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે જેની તમામ એ નોંધ લેવી.




