ARAVALLIMEGHRAJMODASA

શણગાલમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય : જિલ્લા પંચાયત સહિત 4 તાલુકા પંચાયત  કોંગ્રેસના હાથમાં 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

શણગાલમાં કોંગ્રેસનો ઝળહળતો વિજય : જિલ્લા પંચાયત સહિત 4 તાલુકા પંચાયત  કોંગ્રેસના હાથમાં

અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થતા રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. ખાસ કરીને શણગાલ જિલ્લા પંચાયત વિસ્તારમાં કોંગ્રેસે ફરી એકવાર મજબૂત દબદબો સ્થાપિત કર્યો છે. જિલ્લા પંચાયત સાથે ચાર તાલુકા પંચાયત પર કોંગ્રેસે સત્તા મેળવી રાજકીય રીતે પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે

મેઘરજ તાલુકામાં કુલ પાંચ જિલ્લા પંચાયત બેઠકોમાંથી કોંગ્રેસે ત્રણ અને ભાજપે બે બેઠકો જીતતા સ્પર્ધા કાંટેની રહી હતી. તાલુકા પંચાયતની 22 બેઠકોમાંથી એક બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે 21 બેઠકો પર મતદાન યોજાયું હતું. પરિણામોમાં કોંગ્રેસે 11 બેઠકો જીતતા ભાજપને 10 બેઠકો સાથે ટક્કર આપી હતી, જ્યારે એક બેઠક અપક્ષના ખાતામાં ગઈ હતી.

શણગાલ જિલ્લા પંચાયત પર કોંગ્રેસના ઉમેદવાર બળવંતસિંહ રાઠોડે ભાજપના ઉમેદવાર ભૂપતભાઈ મોડિયા સામે ભવ્ય જીત મેળવી હતી. બળવંતસિંહ રાઠોડને કુલ 8,818 મત મળ્યા હતા, જ્યારે ભૂપતભાઈ મોડિયાને 6,602 મત મળ્યા હતા. આ રીતે કોંગ્રેસે 2,216 મતની લીડ સાથે જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો હતો.

તાલુકા પંચાયત સ્તરે પણ કોંગ્રેસે પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. શણગાલ તાલુકા પંચાયત પર જગતસિંહ ઠાકોરે 1,659 મત મેળવી 135 મતની લીડથી જીત મેળવી હતી. રેલ્લાવાડા તાલુકા પંચાયત પર બબુબેન બચુભાઈ તળારે 2,106 મત સાથે 903 મતની લીડ મેળવી હતી. પાણીબાર તાલુકા પંચાયત પર કૈલાશબેન જીવાભાઈ ચમારે 1,717 મત મેળવી 412 મતની લીડથી જીત નોંધાવી હતી. ગેડ તાલુકા પંચાયત પર જયંતીભાઈ વાલજીભાઈ અસારી એ 1,909 મત મેળવી 671 મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો.આ રીતે શણગાલ જિલ્લા પંચાયત અને તેની હેઠળની ચાર તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે ફરી એકવાર મજબૂત હાજરી નોંધાવી રાજકીય મેદાનમાં પોતાની સત્તા મજબૂત બનાવી છે.

Back to top button
error: Content is protected !!