કાલોલ નગરપાલિકાના પેન્શનરો દ્વારા સામાન્ય સભા મા 11 માસના પેન્શન,મોંઘવારીના બાકી પડતા નાણા અંગે ધારાસભ્યને રજૂઆત કરી.

તારીખ ૩૦/૦૪/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા ના તમામ પેન્શનરો દ્વારા માહે જૂન 2025 થી માહે એપ્રિલ 2026 કુલ 11 માસના પેન્શન ના નાણાં ચૂકવવા બાબતે તથા મોંઘવારીના બાકી પડતા નાણા આપવા બાબતે આજ રોજ પાલિકાની સામાન્ય સભામા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ની રૂબરૂ માં રજૂઆત કરવામાં આવી હતી . ટાઉનહોલ બનાવવા તેમજ, સ્ટ્રીટ લાઈટ નો ઈજારો આપવા, પંચરત્ન સર્કલ નું આધુનિકીકરણ કરવા, ફાયર વિભાગ માટે વાહન ખરીદવા, ફેરિયાઓ પાસેથી ચાર્જ ઉઘરાવવા , વિવિધ સમિતિઓ ની રચના કરવા માટે બેઠક યોજાઈ હતી જેમા પેન્શનરો આવી પહોંચ્યા હતા.પેન્શનરો ની રજુઆત મુજબ અરજી મુજબના નાણાં આજ દિન સુધી ન મળતા કુલ 46 રિટાયર્ડ પેન્શનરો ના પરિવારો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અગાઉ આટલા બધા મહિનાનું પેન્શન ચડતું ન હતું. નગરપાલિકાની રોજીંદી આવક અને વેરો ઉઘરાવાતો હતો વેરા માટે અગાઉ કડક વલણ અને દુકાનો ને સીલ મારવામાં આવતા હતા .વિધવા પેન્શનર બહેનો સહિત તમામ પેન્શનરો આટલી કારમી મોંઘવારીમાં ઘરનું ભરણ પોષણ,ખર્ચ, માદગીઓનો ખર્ચ સામાજિક ખર્ચ કેવી રીતે ચૂકવતા હશે તે તો તેમનું મન જ જાણતું હશે આ પેન્શનરોને પોતાનું ઘર ચલાવવા ખૂબ જ મુશ્કેલી પડી રહી છે નગરમાં અગિયાર માસથી પેન્શન ના આવતા અનાજ કરિયાણું ઉધાર પણ મળતું નથી આવી કફોડી હાલત આ પેન્શનરોની જોવા મળે છે નગરપાલિકા કાલોલ ના ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ અને કારોબારી સભ્યો દ્વારા સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં પેન્શનરો પોતાની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પેન્શનરો ની રજુઆત સાંભળી ગાંધીનગર ખાતે જઈ યોગ્ય કરવા ખાત્રી આપી હતી. એક તબક્કે પેન્શનરો દ્વારા પાલિકા કર્મચારીઓ ને એક મહિનાનો પગાર આપી એક મહિનો પેન્ડિંગ કરવા પણ ઉગ્ર રજૂઆત કરી હતી.









