KAMREJSURATSURAT CITY / TALUKO

સુરત શેખપુર-સાયણ રોડ પર સુરભી ઇન્ડસ્ટ્રીઝ પાસે દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ, પોલીસના ડર વગર બુટલેગરો બેફામ

ઓલપાડ/સાયણ: ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના શેખપુર થી સાયણ જવાના મુખ્ય માર્ગ પર આવેલી સુરભી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે જ ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.

જાહેરમાં હાટડીઓ, શ્રમિકો નિશાને

સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરભી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે જ બુટલેગરોએ અડિંગો જમાવ્યો છે. આ વિસ્તારમાં આવેલી ફેક્ટરીઓના શ્રમિકોને નિશાન બનાવીને દિવસ-રાત દેશી દારૂની પોટલીઓનું વેચાણ કરવામાં આવે છે. મુખ્ય રોડ હોવા છતાં બુટલેગરોને ખાખીનો જરાય ડર હોય તેવું દેખાતું નથી.

 

*સ્થાનિકોમાં ભારે રોષ*

આ માર્ગ પરથી પસાર થતી મહિલાઓ અને રાહદારીઓ માટે આ દારૂના અડ્ડાઓ માથાનો દુખાવો બન્યા છે. દારૂડિયાઓના જમાવડાને કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વધવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે:

બુટલેગરો કોઈપણ જાતના સંકોચ વગર ગ્રાહકોને દારૂ પીરસી રહ્યા છે.

પોલીસ પેટ્રોલિંગ આ વિસ્તારમાં માત્ર નામનું જ હોય તેવું પ્રતીત થાય છે.

વારંવારની રજૂઆતો છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.

શું પોલીસ ઊંઘતી ઝડપાશે?

સુરભી ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી ઔદ્યોગિક વસાહતના દરવાજે જ જો આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય, તો સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે. શું પોલીસ આ બુટલેગરો સામે લાલ આંખ કરશે કે પછી હપ્તાખોરીના ખેલમાં જનતા પીસાતી રહેશે

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

 

Back to top button
error: Content is protected !!