ગુજરાત સ્થાપના દિવસની સેવાભાવી ઉજવણી: લીંબડી જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને સ્થળ પર જ દાખલા અપાયા
પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની ઉપસ્થિતિમાં વહીવટી પ્રક્રિયા બની તેજ, કાળઝાળ ગરમીમાં નાગરિકો માટે છાશ વિતરણની વ્યવસ્થા

તા.01/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની ઉપસ્થિતિમાં વહીવટી પ્રક્રિયા બની તેજ, કાળઝાળ ગરમીમાં નાગરિકો માટે છાશ વિતરણની વ્યવસ્થા, ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ‘સેવા દિવસ’ તરીકેની ઉજવણીના ભાગરૂપે લીંબડી મામલતદાર કચેરી ખાતે જનસેવાને સમર્પિત વિશેષ સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું વહીવટી પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવી સામાન્ય જનતાને હાલાકી ન પડે તે હેતુથી પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં અરજદારોને જરૂરી દાખલાઓ તત્કાલિક મળી રહે તેવી સરાહનીય વ્યવસ્થા કરવામાં આવી હતી રાજ્ય સ્થાપના પર્વ નિમિત્તે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે આવતા નાગરિકોના વિવિધ પ્રશ્નો અને અરજીઓનું સ્થળ પર જ નિરાકરણ આવે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો પ્રાંત અધિકારી કુલદીપસિંહ દેસાઈએ રૂબરૂ હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને અરજદારોને સમયસર પ્રમાણપત્રો તેમજ દાખલાઓ મળી રહે તે માટે સ્ટાફને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વહીવટી તંત્રની આ તત્પરતાને કારણે અનેક નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો હતો વધતી જતી ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા માનવીય અભિગમ પણ દાખવવામાં આવ્યો હતો જનસેવા કેન્દ્ર પર પોતાના કામકાજ અર્થે આવેલા અરજદારો અને નાગરિકોને ગરમીથી રાહત મળે તે માટે ઠંડી છાશના વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અધિકારીઓ અને કચેરીના સ્ટાફ દ્વારા ઉપસ્થિત સૌ કોઈને છાશ પીવડાવી આતિથ્ય સત્કાર કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મામલતદાર સહિત કચેરીના તમામ કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.





