
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા બળાત્કારના ગંભીર ગુનાના આરોપીને વઘઇ પોલીસની ટીમે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો છે. આ અંગેની વિગતો મુજબ, તા. ૨૯/૦૪/૨૦૨૬ ના રોજ વઘઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૬૪(૧) અને ૩૫૧(૩) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લામાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા માટે આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરતા, નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સની મદદથી સુસરદા (કારભારી ફળીયુ) ગામના હરેશભાઇ હરીચંદભાઇ ચૌધરી નામના આરોપીને પોલીસે પકડી પાડવામાં સફળતા મેળવી હતી. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડા સહિત વઘઇ પોલીસ સ્ટાફના કુલ ૧૪ કર્મચારીઓની ટીમ સામેલ હતી.





