KALOL(Panchamahal)PANCHMAHAL
કાતોલ પાસે ગેસ પુરાવતા દરમ્યાન મોબાઇલ ફોન ગુમ થતા કાલોલ પોલીસ મથકે જાણ કરાઈ.

તારીખ ૦૨/૦૫/૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ઘોઘંબા ખાતે રહેતા યોગેશભાઈ પ્રદ્યુમ્ન વ્યાસ ઉંમર વર્ષ ૭૬ ગત બુધવારે સાંજે કાતોલ નજીક ગુજરાત ગેસ પેટ્રોલપંપ પર તેઓની સ્વીફ્ટ કારમાં ગેસ પુરાવતા હતા ત્યારે તેઓએ પોતાનો બે સીમ કાર્ડ સાથેનો મોબાઇલ કારની ડેકી પર મુક્યો હતો જે મળી નહી આવતા તેઓએ શોધખોળ કરી ત્યારબાદ કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે વન પ્લસ મોબાઈલ રૂ ૨૦,૦૦૦/ નો ગુમ થવા બાબતે જાણવા જોગ નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.







