AHAVADANG

ડાંગ જિલ્લાની વઘઈ કોર્ટએ હોમગાર્ડ કમાન્ડોને નિર્દોષ જાહેર કર્યો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં ચકચાર જગાવનાર એક કેસમાં વઘઈની જુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ડાંગ જિલ્લાના હોમગાર્ડ કમાન્ડો નયનભાઈ માનસિંગભાઈ પટેલને માનસન્માન સાથે નિર્દોષ મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ ચુકાદાથી કમાન્ડોના પરિવાર અને શુભેચ્છકોમાં રાહતની લાગણી પ્રસરી છે.ઘટના ગત વર્ષ 2024ની છે. આ કેસની વિગત મુજબ, ચાર મિત્રો—જોસેફ સીતારામ પવાર, રોશન મહેન્દ્રભાઈ પવાર, બિપિન સિલેશભાઈ પવાર અને ઈસ્માઈલ ઈશાક પવાર—બે મોટરસાયકલ (GJ 30 E 6986 અને GJ 30 B 5876) પર મોબાઈલ રિચાર્જ કરાવવા માટે હનવંતચોડ ગામ ગયા હતા. દુકાન બંધ હોવાથી પરત ફરતી વખતે રસ્તામાં તેમણે પોલીસના વાહનને ઓવરટેક કર્યું હતું, જેમાં ડાંગ જિલ્લા હોમગાર્ડ કમાન્ડો નયનભાઈ પટેલ અને દિલીપ શંકરભાઈ વળવી ફરજ પર હતા.સરવર ગામ પાસે સરપંચના નિવાસસ્થાને ઉભેલા આ યુવાનો પોલીસ વાહનને જોઈને ભાગી ગયા હતા. બાદમાં, જીયા જનરલ સ્ટોરના સીસીટીવી ફૂટેજના આધારે એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હોમગાર્ડ કમાન્ડો નયનભાઈ પટેલે લાકડી વડે મોટરસાયકલને નુકસાન પહોંચાડ્યું હતું.આ ઘટના સંદર્ભે જોસેફ પવાર દ્વારા વઘઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 324 (ખાનગી મિલકતને નુકસાન પહોંચાડવા) હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.આ કેસ નોન-કોગ્નિઝેબલ હોવાથી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ 174 હેઠળ તપાસની પરવાનગી મેળવી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.

​આ કેસ વઘઈની જુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમા કેસ  ચાલી ગયો હતો. કેસની સુનાવણી દરમિયાન આરોપી પક્ષના વકીલ યુ. ટી. માહલાએ રજૂ કરેલી ધારદાર દલીલો અને પુરાવાઓને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા. તમામ પાસાઓની ગંભીરતાથી નોંધ લીધા બાદ, નામદાર કોર્ટે તા. 28/04/2026ના રોજ આખરી હુકમ સંભળાવતા હોમગાર્ડ કમાન્ડો નયનભાઈ માનસિંગભાઈ પટેલને આ કેસમાંથી નિર્દોષ જાહેર કરી  મુક્ત કરવાનો આદેશ આપ્યો છે..

Back to top button
error: Content is protected !!