BANASKANTHALAKHANI

દિયોદર તાલુકાના વાતમ ગામ નવ યુવાન યુવરાજસિંહ નુ અવસાન થતા વાતમ ગામે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

 

નારણ ગોહિલ લાખણી

દિયોદર તાલુકાના વાતમ જુના ગામ ના નવ યુવાન નુ આકસ્મિક અવસાન થતા વાતમ જુના ખાતે શ્રધ્ધાંજલિ અર્પણ કરી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

દિયોદર તાલુકાના વાતમ જુના ગામ ના આશાસ્પદ નવ યુવાન વાઘેલા યુવરાજસિંહ જબ્બરસીહ નુ 27=04=2026 ના રોજ દુઃખ  અવસાન થતા વિસ્તારમાં શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ જોકે યુવાન ની વિસ્તારમાં કામ કરવા ની ધગસ અને વ્યક્તિત્વ  આખા વિસ્તારમાં અને જાગીરદાર સમાજ મા અલગ તરીકે ઉભરી આવી હતી ગામ ના જાગીરદાર સમાજ ના યુવાનો દ્વારા સ્વર્ગ વાસ થયેલ યુવાન ના આત્મા ને શાંતિ મળે એના માટે કંઈક કરવા ની ભાવના જાગી હતી આજ રોજ તા 03=05=2026 ના રવિવાર ના રોજ વાતમ જુના ગામે પ્રાથમિક શાળા મા થયેલ દુઃખ અવસાન ના પગલે તેમની આત્મા ને શાંતિ મળે તે માટે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો સ્વ યુવરાજસિંહ ના આત્મા ને શાંતિ મળે તેવા હેતુથી ગામ ના સમગ્ર સમાજ ના લોકો એ 100 થી વધારે બોટલો બ્લડ ડોનેટ કરી મહત્વ નુ પુણ્ય નુ કામગીરી કરી

Back to top button
error: Content is protected !!