MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના છતર ગામ પાસે હાઇવે પર ભંગારના ડેલામાં ભીષણ આગ, ભભુકી 

TANKARA:ટંકારાના છતર ગામ પાસે હાઇવે પર ભંગારના ડેલામાં ભીષણ આગ, ભભુકી

 

 

રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા ટંકારા તાલુકાના છતર ગામ નજીક આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. હાઇવે પર સ્થિત એક ભંગારના ડેલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો

પ્રાપ્ત વિગતો અનુસાર, છતર ગામ પાસે આવેલા ભંગારના ડેલામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. ભંગારના જથ્થામાં પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ પદાર્થો હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હતી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. મોરબી અને આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. હાઇવે પર લાગેલી આ ભીષણ આગને જોવા માટે વાહનચાલકો ઉભા રહી જતાં ટ્રાફિક વ્યવસ્થા પર પણ તેની અસર જોવા મળી હતી.

સદનસીબે આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ ડેલામાં રાખેલો લાખો રૂપિયાનો ભંગારનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જે અંગે સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.હાલમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જેથી આગ ફરીથી ન ભભૂકે.

Back to top button
error: Content is protected !!