સુરેન્દ્રનગર જૈન સોસ્યલ ગ્રુપ સિલ્વર દ્વારા શ્રી આદિનાથ જીનાલયમાં પક્ષાલનું સુંદર આયોજન

તા.03/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વેકેશનમાં બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે હેતુથી વેકેશન દરમિયાન સિલ્વર ગ્રુપ દ્વારા દર રવિવારે હમેશા જીનાલય માં પક્ષાલ પૂજા તેમજ ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવે છે સુરેન્દ્રનગર જીલ્લામાં હાલમાં વેકેશનનો માહોલ છે ત્યારે જૈન સમાજના બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય તે માટે આજે શ્રી આદિનાથ જીનાલય ખાતે પક્ષાલનું સુંદર આયોજન કરવામાં આવેલ છે જીનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવેલ બાળકોને સુંદર ગીફ્ટ આપવામાં આવેલ છે અંદાજીત ૩૯૦ કરતા પણ વધુ બાળકોએ પ્રભુના પક્ષાલનો સુંદર લાભ લીધો હતો જૈન ધર્મ મુજબ અષ્ટપ્રકારી પૂજામાં આઠ પ્રકારની પૂજા એટલે કે પ્રથમ પૂજા પ્રભુજીના પક્ષાલ ( દૂધ ની અખંડ ધારાથી થતો પ્રભુજીનો અભિષેક બીજી બરાશ પૂજા ( બરાશ ન લેપથી પ્રભુજીને અંગ વિલેપન) તેમજ કેસર પૂજા ( પ્રભુ જીના નવ અંગે થતી કેસર થી પૂજા) ચોથી પુષ્પ પૂજા ( પ્રભુજીની પલાઠી તેમજ મસ્તકે સુગંધિત ફૂલો પધરાવી થતી પૂજા તથા ધૂપ પૂજા ( પ્રભુ સન્મુખ ધૂપ કરવો) તથા દિપક પૂજા ( પ્રભુ સન્મુખ દીપક ધરવો ) તથા ફળ પૂજા પ્રભુ ને ધરવા આવતું ઉત્કૃષ્ટ પ્રકારનું ફળ તથા નિવેધ પૂજા પ્રભુજીને મીઠાઈ કે ઘરની બનાવેલ ઉત્કૃષ્ટ મીઠાઈ તથા ચામર દર્પણ એમ આઠ પ્રકારે પ્રભુ જી ની પ્રતિમા જી પર તેમજ પ્રભુજી સન્મુખ કરવામાં આવે છે જે પૂજા કરવા માટે બાળકો તલીન બની જાય છે.




