PANCHMAHALSHEHERA

ગોધરા એસ.ઓ.જી. પોલીસે વેજલપુરમાંથી ગેરકાયદેસર LPG ગેસના ૧૨ બોટલ સહિત રૂ. ૩૨,૫૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો

 

પ્રતિનિધિ ગોધરા તા.3

 

નિલેશભાઈ દરજી શહેરા

 

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી એસ.ઓ.જી. ગોધરાની ટીમે મામલતદાર પુરવઠા શાખા સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા LPG ગેસના ૧૨ બોટલો ઝડપી પાડ્યા છે. રહેણાંક મકાનમાં છાપો મારીને તંત્ર દ્વારા ગેસના બોટલ, હોસ પાઇપ, લાઇટર અને બર્નર સહિત કુલ રૂ. ૩૨,૫૪૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

 

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગોધરા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલને મળેલી માહિતી મુજબ, તેમના સ્ટાફે કાલોલ મામલતદારપુરવઠા શાખાને

સાથે રાખીને વેજલપુરના પીપળી ફળીયામાં રહેતા ખૈરૂનીશા ઇસહાક ટપના મકાનમાં તપાસ હાથ ધરી હતી. ઘરમાં સઘન તપાસ કરતા જુદી જુદી કંપનીના ૧૨ જેટલા LPG ગેસના બોટલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલી હાલતમાં મળી આવ્યા હતા. તપાસ દરમિયાન સ્થળ પરથી રૂ. ૩૨,૫૪૦ની કિંમતના ૧૨ ગેસના બોટલ, ૭ LPG હોસ પાઇપ, ૭ લાઇટર અને ૧૨ બર્નર મળી આવ્યા હતા. કાલોલ મામલતદાર દ્વારા આ તમામ મુદ્દામાલ સીઝ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

 

જિલ્લામાં ગેરકાયદેસર ગેસ બોટલોનો સંગ્રહ કરતા ઇસમોને ઝડપી પાડવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. પંચમહાલ-ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધી ચૌધરી અને ગોધરા પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના આધારે એસ.ઓ.જી. પી.આઈ. એમ. એ. વાઘેલાની સૂચનાથી પીએસઆઈ ડી. જી. વહોનીયા, પીએસઆઈ બી. કે. ગોહિલ અને તેમના સ્ટાફે આ પરિણામલક્ષી કામગીરી કરી હતી.

Back to top button
error: Content is protected !!