KALOL(Panchamahal)PANCHMAHAL
મધવાસ ચોકડી પાસે એસટી બસના ચાલકે કારને પાછળથી અડફેટે લેતા કારને નુકશાન.કાલોલ પોલીસ મથકે ફરિયાદ.

તારીખ ૦૪/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ખંભાત ખાતે રહેતા સોહેલએહમદ ગુલામરસુલ શેખ પોતાના ધર્મગુરુ સાથે મિત્ર ની કિયા કારેન્સ કાર લઈને થાંદલા મધ્યપ્રદેશ જવા નીકળ્યા હતા ત્યારે કાલોલ તાલુકાના મધવાસ પાસે હાઈવે ઉપર બમ્પ આવતા એક એસટી બસના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી કારને પાછળથી અડફેટે લેતા કાર નુ બમ્પર તેમજ કાચ તુટી ગયેલ એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૦૧૯ ના બસ ચાલક સામે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.







