
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનો ધોરણ -12 સામાન્ય પ્રવાહમાં રાજ્યમાં પ્રથમ ક્રમાંક અને વિજ્ઞાન પ્રવાહમાં આઠમો ક્રમાંક..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી/માર્ચ-2026માં લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક (એચ.એસ.સી.) બોર્ડનાં પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.તેમાં ડાંગ જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાંગ જિલ્લાએ 97.21 ટકા પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે.જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 89.71 ટકા પરિણામ સાથે રાજ્યમાં આઠમો ક્રમાંક મેળવી જિલ્લાનું નામ શિક્ષણક્ષેત્રે રોશન કર્યું છે.છેવાડેનાં ડાંગ જિલ્લાએ ફરી એક વાર સાબિત કરી બતાવ્યુ છે કે તેઓ શિક્ષણ ક્ષેત્રે હવે પાછળ નથી.ડાંગ જિલ્લામાં કુલ 5 કેન્દ્રો ખાતે સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 1894 વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જેમાંથી 1888 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી 1848 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું કુલ પરિણામ 97.21 ટકા જાહેર થયુ છે.ડાંગ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ પર નજર કરીએ તો (1)આહવા કેન્દ્ર (0801):- 575 હાજર, 564 પાસ – 98.09% (2)સાપુતારા કેન્દ્ર (0802): 423 હાજર, 416 પાસ – 98.35% (3)વઘઈ (રંભાસ) કેન્દ્ર (0803): 251 હાજર, 247 પાસ – 98.41% (4)સુબીર કેન્દ્ર (0804): 301 હાજર, 297 પાસ – 98.67%
(5)વઘઈ કેન્દ્ર (0805): 338 હાજર, 324 પાસ – 95.86%.જેમાં ગ્રેડવાઇઝ પરિણામ જોઈએ તો (1)A1 ગ્રેડ – 2 વિદ્યાર્થીઓ (2)A2 ગ્રેડ – 94 વિદ્યાર્થીઓ (3)B1 ગ્રેડ – 328 વિદ્યાર્થીઓ (4)B2 ગ્રેડ – 574 વિદ્યાર્થીઓ (5)C1 ગ્રેડ – 576 વિદ્યાર્થીઓ (6)C2 ગ્રેડ – 256 વિદ્યાર્થીઓ (7)D ગ્રેડ – 18 વિદ્યાર્થીઓ નોંધાયા છે.સામાન્ય પ્રવાહમાં જિલ્લાની 13 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.ડાંગ જિલ્લામાં સામાન્ય પ્રવાહના ટોપ-5 વિદ્યાર્થીઓ (1) ગાવિત અજયભાઈ રામચંદભાઈ – 90.93% -એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવા (2) રોશનભાઈ ઉત્તમભાઈ ચૌધરી – 90.80%-એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સાપુતારા (3)જયશ્રીબેન રામુભાઈ કુંવર – 89.60%-દીપદર્શન માધ્યમિક શાળા, આહવા (4)જાગૃતિબેન ચૈતરામભાઈ સાબળે – 88.80% દીપદર્શન માધ્યમિક શાળા, આહવા
(5)મમતાબેન ડીગુભાઈ ચૌધરી – 87.71%એકલવ્ય બાલિકા નિવાસી શાળા, સાપુતારા..
બોક્ષ-(2) વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં આઠમો ક્રમ આવ્યો.ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 379 વિદ્યાર્થીઓ નોંધાયેલા અને હાજર રહ્યા હતા. તેમાંથી 340 વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાનું કુલ પરિણામ 89.71 ટકા જાહેર થયું છે.ડાંગ જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું કેન્દ્રવાર પરિણામ જોઈએ તો (1)આહવા કેન્દ્ર (0801): 215 હાજર, 183 પાસ – 85.12% (2)સાપુતારા કેન્દ્ર (0802): 164 હાજર, 157 પાસ – 95.73% નોંધાયું છે.જ્યારે ગ્રેડવાઇઝ પરિણામ જોઈએ તો (1) A1 ગ્રેડ – 1 વિદ્યાર્થી (2)A2 ગ્રેડ – 10 વિદ્યાર્થીઓ (3)B1 ગ્રેડ – 49 વિદ્યાર્થીઓ (4)B2 ગ્રેડ – 83 વિદ્યાર્થીઓ (5)C1 ગ્રેડ – 117 વિદ્યાર્થીઓ (6)C2 ગ્રેડ – 71 વિદ્યાર્થીઓ (7)D ગ્રેડ – 9 વિદ્યાર્થીઓ નોંધાયા છે.ડાંગ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાની 3 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે.વિજ્ઞાન પ્રવાહના ટોપ-5 વિદ્યાર્થીઓમાં (1)પ્રાંચી પ્રજેશભાઈ ટંડેલ – 97.54%-દીપદર્શન માધ્યમિક શાળા, આહવા (2) મનોજભાઈ પ્રકાશભાઈ માહલા – 89.23%-સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર, માલેગામ (3) સ્મિતકુમાર પ્રદીપભાઈ ગાયકવાડ – 87.71%-એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, સાપુતારા (4)અવનીકુમારી વિજયકુમાર માહલે – 87.54%-દીપદર્શન માધ્યમિક શાળા, આહવા (5)પ્રેમીલાબેન લક્ષ્મણભાઈ ભોયે – 87.38%-એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, આહવાનાઓને
અધિકારીઓએ શુભેચ્છા પાઠવી હતી.ડાંગ જિલ્લાના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ જિલ્લા કલેક્ટર શાલિની દુહાન, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. વસાવા અને જિલ્લા શિક્ષણાધિકારી જિજ્ઞેશકુમાર ત્રિવેદી,પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજય દેશમુખે તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને અભિનંદન પાઠવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.




