KALOL(Panchamahal)PANCHMAHAL

બંગાળમાં ભાજપની જીતનો કાલોલમાં ઉત્સાહ સાથે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની હાજરીમાં ફટાકડા ફોડી ઉજવણી કરાઇ.

 

તારીખ ૦૪/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગર ખાતે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જ્યાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની હાજરીમાં કાર્યકરોએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો.

આજરોજ જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે ભવ્ય જીત મેળવી છે. સાથે જ આસામ અને પુડુચેરીમાં પણ ભાજપે સત્તા જાળવી રાખી છે. બપોર બાદ પરિણામો સ્પષ્ટ થતા કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નગરપાલિકા ખાતે આવી પહોંચ્યા હતા.નગરપાલિકાના પ્રાંગણમાં સ્થાનિક આગેવાનો સહિત જીલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ કિરણસિંહ સોલંકી,નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગ દરજી, કોર્પોરેટરો હરિકૃષ્ણ પટેલ, પ્રતિક ઉપાધ્યાય નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ તુષારભાઇ શાહ અને લઘુમતી મોરચાના ઈકબાલ દિવાનની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવી ફટાકડા ફોડી ભાજપના વિજયની ઉજવણી કરી હતી.આ તબક્કે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે જણાવ્યું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પશ્ચિમ બંગાળમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને વિકાસની નવી દિશાઓ ખુલી છે.બંગાળમાંથી ઘૂસણખોરોને દૂર કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!