AHAVADANG

ડાંગના ભિસ્યા ડેમમાં સિલ્ટીંગ થયેલ માટીને ડિ-સીલ્ટીંગ કરવાં માટેની કામગીરીશરૂ કરાઈ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત આહવા તેમજ ભિષ્યા સહિત પાંચ એમ કુલ ૭ ગામોની જીવાદોરી સમાન ભિસ્યા ડેમમા ડેમ માંથી સિલ્ટીંગ થયેલ માટીને ડિ-સીલ્ટીંગ કરવાં માટેના કાર્યનો આજરોજ ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો હતો.

ઉલ્લેખનીય છે કે, ભિસ્યા જુથ પાણી પુરવઠા યોજના જિ.ડાંગ હેઠળમાં બનાવવામાં આવેલ ભિષ્યા ડેમ જે ખાપરી નદીના કોતર પર ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડ, આહવા દ્રારા સને-૧૯૮૩માં ભિસ્યા ડેમનું બાંધકામ કરવામાં આવ્યું હતું. જેના બાંધકામને હવે ૩૮ વર્ષ થતાં, ડેમમાં મુકવામાં આવેલ સ્લુઇસ ગેટ જામ થઈ જતા ગયાં અને તેમાં સીલ્ટીંગનો વધુ પ્રમાણમાં જમા થવા પામ્યું છે. આ ડેમનો ઉપયોગ ૭ (સાત) ગામોને પીવાના પાણી પુરૂ પાડવામાં આવે છે. જેમાં મુખ્યત્વે ભિસ્યા ગામ અને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાને પીવાનું પાણી પુરૂ પાડે છે.

આ ડેમની ફરતે આજુ-બાજુ ખેતરો આવેલા છે. જેથી ડેમમાં માટીનો કાંપનો ભરાવ થવા પામેલ છે. જેમાં આશરે ૨.૫ મી જેટલી ઊંડાઈમાં માટીનો ભરાવ હોવાથી ડેમમાં પાણીના સંગ્રહશક્તિના જથ્થામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ઉનાળાના એપ્રિલ થી જુન મહિનામાં નજીકના ગામોને પીવાના પાણીની ખૂબજ સમસ્યા ઉદ્દભવે છે. તથા આજુ-બાજુના ખેડુતોને પણ સિંચાઇ માટેની પાણીની તંગી ઉંદભવે છે.

ભિસ્યા ડેમની કૂલ સંગ્રહશક્તિ આશરે ૨૨.૬૩ એમ.સી.એફ.ટી જેટલી સંગ્રહ શક્તિ છે. જે ઘટીને હાલ આશરે ૧૬.૯૦ એમ.સી.એફ.ટી જેટલી છે. જેથી હાલ ડી-સીલ્ટીંગ થવાના કારણે ૫.૭૩ એમ.સી.એફ.ટી જેટલી સંગ્રહ શક્તિમાં વધારો થશે. જેથી ડેમને યોગ્ય રીતે ડી-સીલ્ટીંગ કરવા અને પાણીના આવરામાં વધારો કરી ડેમની સંગ્રહશક્તિમાં વધારો કરી, પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાય છે. આ પ્રસંગે પાણી પુરવઠા અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!