
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૯૨.૨૪ ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું ૭૬.૯૩ ટકા પરિણામ જાહેર
જિલ્લામાંથી ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં નોંધાયેલા ૧૭૩૯ માંથી આપી ૧૩૩૭વિદ્યાર્થી પાસ થયા
ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં નોંધાયેલા ૧૦૩૬૧ જેમાંથી ૯૫૨૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા
રાજ્યમાં આજે સોમવારે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા (HSCE) મુખ્ય પરીક્ષા- ૨૦૨૬નું ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા રાજ્યનું કુલ પરિણામ ૯૨.૭૧ ટકા આવ્યુ છે. જેને અનુસંધાને અરવલ્લી જિલ્લાની તો જિલ્લાનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૨.૨૪ ટકા આવ્યુ છે. જ્યારે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું પરિણામ કુલ ૮૪.૩૩ ટકા આવ્યુ છે જેની સામે અરવલ્લી જિલ્લાનું પરિણામ જોઈએ તો, ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૭૬.૯૩ ટકા પરિણામ આવ્યુ છે

અરવલ્લી જિલ્લામાં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહના નોંધાયેલા કુલ ૧૭૩૯ નિયમિત વિદ્યાર્થીઓ પૈકી ૧૭૩૮ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત હતા. જેમાંથી ૧૩૩૭ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાની ટકાવારી ૭૬.૯૩ ટકા નોંધાઈ છે. જિલ્લાનું ગ્રેડ પ્રમાણે પરિણામ પર એક નજર કરીએ તો, જિલ્લામાં એ-૧ ગ્રેડમાં આ વર્ષે ૧૦ વિદ્યાર્થીઓ આવ્યા એ-૨ ગ્રેડમાં ૮૮ વિદ્યાર્થીઓ આવ્યા છે. બી-૧ ગ્રેડમાં ૧૮૦ અને બી-૨ માં ૩૦૪ વિદ્યાર્થીઓ આવ્યા છે. સી-૦૧ માં ૩૩૫ , સી-૦૨ માં ૩૩૨, ડી માં ૮૮ અને ઇ-૦૧ માં ૧ વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે સાથે જ જિલ્લામાં ૪૦૨ વિદ્યાર્થીઓ અનુતીર્ણ થયા છે.ધો. ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આતુરતાપૂર્વક ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી, આજે રિઝલ્ટ આવતા જ ઉત્સુકતાનો અંત આવ્યો છે. જિલ્લામાં ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૧૦૩૬૧ નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી ૯૫૨૪ વિદ્યાર્થીઓ ઉતીર્ણ થતા ૯૨.૨૪ ટકા પરિણામ આવ્યુ છે. જિલ્લામાં ગ્રેડ પ્રમાણે પરિણામની વાત કરીએ તો, ૨૯ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં ઝળક્યા છે. જ્યારે એ-૨ ગ્રેડમાં ૪૬૨ વિદ્યાર્થીઓ, બી-૧ ૧૩૫૨ અને બી-૨ ગ્રેડમાં ૨૩૩૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.





