GODHARAPANCHMAHAL

પંચમહાલ જિલ્લાનું ધોરણ-12નું પરિણામ જાહેર: સામાન્ય પ્રવાહમાં 88.69% અને વિજ્ઞાન પ્રવાહમાં 71.36% પરિણામ નોંધાયું

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026 દરમિયાન લેવાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાના આંકડાકીય પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 88.69% નોંધાયું છે, જે રાજ્યના સરેરાશ 92.71% પરિણામ કરતા થોડું ઓછું રહ્યું છે. બીજી તરફ, વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું સરેરાશ પરિણામ 71.36% આવ્યું છે, જેની સામે રાજ્યનું કુલ પરિણામ 84.33% નોંધાયું છે. આમ, બંને પ્રવાહમાં પંચમહાલ જિલ્લો રાજ્યની સરેરાશ કરતા પાછળ રહ્યો છે.

 

જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રોના પ્રદર્શન પર નજર કરીએ તો, સામાન્ય પ્રવાહમાં સંતરોડ કેન્દ્રએ મેદાન માર્યું છે. સંતરોડ કેન્દ્ર 98.76% પરિણામ સાથે સમગ્ર પંચમહાલ જિલ્લામાં પ્રથમ સ્થાને રહ્યું છે, જ્યારે ખોજલવાસા કેન્દ્ર 69.15% સાથે જિલ્લામાં સૌથી નીચા સ્તરે નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો, મુખ્ય મથક ગોધરા કેન્દ્ર 73.98% પરિણામ મેળવી જિલ્લામાં મોખરે રહ્યું છે. તેની સામે હાલોલ કેન્દ્રનું પરિણામ 71.40% નોંધાતા તે જિલ્લાનું સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. આમ, આ વર્ષના પરિણામોમાં સંતરોડ અને ગોધરા કેન્દ્રોએ જિલ્લાનું ગૌરવ જાળવી રાખ્યું છે.

Back to top button
error: Content is protected !!