CHHOTA UDAIPUR CITY / TALUKO

નસવાડી ભારતીય જનતા પાર્ટી દ્રારા પશ્ચિમ બંગાળ, પોંડિચેરી, અસમમાં ભવ્ય જીત થતાં ફટાકડા ફોડી ઉજવણી કરી.

 મુકેશ પરમાર,, નસવાડી 

નસવાડી ભાજપા દ્રારા અસમ,પોંડિચેરી અને પશ્ચિમ બંગાળમાં ભવ્ય જીત થતા કાર્યકરોએ ફટાકડા ફોડી વિજયની ઉજવણી કરી હતી તાજેતરમાં જાહેર થયેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ ભાજપના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અસમમાં સત્તા જાળવી રાખવા બદલ અને પોંડિચેરી તેમજ બંગાળમાં નોંધપાત્ર દેખાવ બદલ નસવાડી ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.નસવાડી ભાજપ કાર્યાલય પાસે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો એકઠા થયા હતા અને ગગનભેદી નારા: “ભારત માતા કી જય” અને “વંદે માતરમ” ના નારા સાથે સમગ્ર વિસ્તાર ગજવી મૂક્યો હતો જયારે ભારે માત્રામાં ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

 

Back to top button
error: Content is protected !!