MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-હળવદ હાઈવે પર ડમ્પર ચાલકે અચાનક ડમ્પર આડું નાખતા અકસ્માત: બે યુવાનોને ગંભીર ઈજા

MORBI:મોરબી-હળવદ હાઈવે પર ડમ્પર ચાલકે અચાનક ડમ્પર આડું નાખતા અકસ્માત: બે યુવાનોને ગંભીર ઈજા

 

મોરબી: જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે મોરબી-હળવદ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે બેફામ ગતિએ આવતા ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા બાઈક સવાર બે ભાઈઓ ડમ્પર સાથે અથડાયા હતા. આ દુર્ઘટનામાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચતા હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા ૧૯ વર્ષીય દેવજીભાઈ રાજુભાઈ સારલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, દેવજીભાઈ અને તેમનો નાનો ભાઈ અલ્પેશ, તેમના ભાઈ ગોપાલભાઈનું હોન્ડા એસ.પી. ૧૨૫ (નંબર GJ-36-AB-2157) મોટરસાયકલ લઈને મોરબી તરફ આવી રહ્યા હતા.

જ્યારે તેઓ હળવદ-મોરબી રોડ પર આંદરણા અને નીચી માંડલ ગામ વચ્ચે આવેલા Q7 સીરામીક કારખાના સામે પહોંચ્યા, ત્યારે સામેથી આવતા ટ્રક ડમ્પર (નંબર GJ-36-X-1161) ના ચાલકે પોતાનું વાહન અત્યંત બેદરકારીપૂર્વક ચલાવી અચાનક રોડ પર આડું નાખ્યું હતું. અચાનક ડમ્પર આડું આવતા બાઈક તેની સાથે ધડાકાભેર અથડાયું હતું, જેમાં બંને ભાઈઓ રોડ પર પટકાતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે દેવજીભાઈની ફરિયાદના આધારે ડમ્પર ચાલક વિરુદ્ધ આઈ.પી.સી. અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!