SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ મહેકાવી માનવતા વધાર્યું ‘ખાખી’નું ગૌરવ

“હોદ્દો નહીં, માનવતા મોટી – વિકલાંગ દંપતિ આભાર માનવા પહોંચ્યા, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલું સાહેબ લાગણીસભર દૃશ્યે સૌને સ્પર્શ્યા”

તા.05/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

“હોદ્દો નહીં, માનવતા મોટી – વિકલાંગ દંપતિ આભાર માનવા પહોંચ્યા, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસવડા પ્રેમસુખ ડેલું સાહેબ લાગણીસભર દૃશ્યે સૌને સ્પર્શ્યા”, વિકલાંગ દંપતિને થયેલી સમસ્યાને ધ્યાનમાં લઈ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવી તાત્કાલિક ન્યાય અપાવવામાં આવ્યો હતો દંપતિ પોતાની વ્યથા રજૂ કરવા એસ.પી. કચેરી ખાતે પહોંચ્યા હતા આ દરમિયાન જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું સાહેબ જાતે ઓફિસમાંથી નીચે ઉતરી ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ દંપતીને મળ્યા હતા અને તેમની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી હતી મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ બી ડિવિઝન પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના પરિણામે દંપતીએ પોલીસની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો પોલીસની મધ્યસ્થતાથી જમીનના અસલ દસ્તાવેજ પરત મળ્યા અને જુનો કરાર રદ કરવામાં આવ્યો હતો ન્યાય મળ્યાની લાગણીથી વિકલાંગ દંપતિની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા જ્યારે દંપતીએ આભાર સ્વરૂપે શાલ ઓઢાડવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે હોદ્દો નહીં પરંતુ માનવતા મોટી એવુ સાબિત કરતાં એસ.પી. પ્રેમસુખ ડેલું સાહેબ જાતે જમીન પર બેસી તેમની લાગણીને માન આપીને સન્માન સ્વીકાર્યું હતું અંતે વિકલાંગ દંપતિ દ્વારા શાલ ઓઢાડી અને મીઠાઈ અર્પણ કરી જિલ્લા પોલીસ વડા બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!