MORBI:ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ ! મોરબી એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરાઈ





MORBI:ક્રાંતિકારી સેનાના નામ-લોગાનો દુરુપયોગ ! મોરબી એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ કરાઈ

મોરબીમાં કાર્યરત સામાજિક સંગઠન “ક્રાંતિકારી સેના”ના નામ અને લોગાના ગેરકાયદેસર ઉપયોગ અંગે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. સંગઠનના સભ્ય યોગેશભાઈ રમેશભાઈ ગાંભવાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.

ફરિયાદ મુજબ, વર્ષ 2013થી મોરબીમાં કાર્યરત “ક્રાંતિકારી સેના”માં આશરે 500 જેટલા સભ્યો જોડાયેલા છે અને સંગઠન મુખ્યત્વે સામાજિક સેવા તેમજ અબોલ જીવોની સેવા માટે કાર્ય કરે છે. સંગઠનની કોઈપણ રાજકીય પાર્ટી અથવા પ્રવૃત્તિ સાથે કોઈ જોડાણ નથી અને તે બિનરાજકીય તરીકે ઓળખ ધરાવે છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ, વડોદરાના રહેવાસી શ્રેય મહેન્દ્રભાઈ પટેલે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન સંગઠનનું નામ, રજિસ્ટર્ડ લોગો અને પોસ્ટરોનો ગેરવપરાશ કર્યો હતો. આ દ્વારા સામાન્ય નાગરિકોમાં ખોટો ભ્રમ ઊભો કરીને સંગઠનની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. વધુમાં, આરોપીએ સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો પોસ્ટ કરીને પોતાને “માસ્કમેન” તરીકે પ્રોજેક્ટ કરી અંગત રાજકીય અને આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રવૃત્તિઓને કારણે “ક્રાંતિકારી સેના”ની બિનરાજકીય છબી ખરડાઈ હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.



