
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
મ
ખેરગામ તાલુકાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીની મહિમા બ્રિજેશ પટેલે બોર્ડ પરીક્ષા 2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.ચીખલી સ્થિત A.B. સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ (ઇંગ્લિશ મીડિયમ)માં અભ્યાસ કરતી મહિમાએ 94% ગુણ મેળવી ઇંગ્લિશ મીડિયમમાં શાળામાં બીજા ક્રમે સ્થાન મેળવ્યું છે તેમજ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે।
મહિમાની આ સિદ્ધિથી ખેરગામ તાલુકાનું નામ ગૌરવભેર ઉજાગર થયું છે. પરિવારજનો, શિક્ષકો અને ગામલોકોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિમાના આ ઉત્તમ પરિણામ પાછળ તેની મહેનત, લગન અને શિક્ષકોનું માર્ગદર્શન મુખ્ય કારણ માનવામાં આવે છે।આ સિદ્ધિ બદલ મહિમા બ્રિજેશ પટેલને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે।




