સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશનર અને નાયબ કમિશનરો દ્વારા વિવિધ વિકાસ કામોનું સ્થળ પર નિરીક્ષણ કરાયું.

તા.05/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ગૌતમકુમાર મકવાણા અને શ્રી રવિકાન્ત પટેલના માર્ગદર્શન હેઠળ મહાનગર પાલિકા વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું વિગતવાર સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ ડિ-માર્ટથી ઝડેશ્વર કોઝવે (બ્રીજ) સુધીના વિકાસ કાર્યો, બોડા તળાવ ડેવલપમેન્ટની કામગીરી, ધોળીપોળ ગેટ અને દિવાલના હેરીટેજ ડેવલપમેન્ટ કાર્યો, દક્ષિણ ઝોનમાં હોકર્સ ઝોનનું નિર્માણ કાર્ય
મેળાના મેદાનથી ધરમ તળાવ સુધીના આર.સી.સી. રોડનું કામ, રેલ્વે સ્ટેશન (વઢવાણ) ખાતેની લાઈબ્રેરીનું કાર્ય અને લાખુપોળ તળાવ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત કામની ગુણવત્તા, ઝડપ, સમયમર્યાદા અને ટેક્નિકલ પાસાઓની સમીક્ષા કરી હતી મ્યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને ચાલી રહેલા વિકાસ કાર્યે અંગે જરુરી સૂચનો કર્યા હતા અને કામની ગુણવત્તા જાળવવા, સમયસર પૂર્ણ કરવા અને નાગરિકોને વધુમાં વધુ સુવિધા મળે તે દિશામાં કામ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણેએ જણાવ્યું હતું કે “સુરેન્દ્રનગરને વધુ સુંદર, સ્વચ્છ અને આધુનિક શહેર બનાવવા માટે મહાનગર પાલિકા દ્વારા નિર્ધારિત તમામ વિકાસ કાર્યોને ગુણવત્તાપૂર્ણ અને સમયસર પૂર્ણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.



