વોકેશનલ વિષયના અનુસંધાને ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.દામાના અધ્યક્ષ સ્થાને સ્વ નિર્ભર શાળાઓના આચાર્યઓ સાથે બેઠક યોજાઈ

તા.૦૫.૦૫.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:વોકેશનલ વિષયના અનુસંધાને ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.દામાના અધ્યક્ષ સ્થાને સ્વ નિર્ભર શાળાઓના આચાર્યઓ સાથે બેઠક યોજાઈ
જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.દામાએ દાહોદની સ્વનિર્ભર(નોન ગ્રાન્ટેડ) માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય સાથે નવી શિક્ષણ નીતિમાં થયેલ ભલામણ સંદર્ભે વોકેશનલ વિષય શરૂ કરવા ખાસ બેઠક યોજીને શાળાઓને પ્રોત્સાહિત કરી હતી. જેમાં હેલ્થકેર, રિટેઈલ, બ્યુટી એન્ડ વેલનેશ, એગ્રીકલ્ચર, અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ, ઓટોમોટિવ, ઈલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, IT(આઈ.ટી.)/ ITes (આઈ.ટી.ઈ.એસ.), બેન્કિંગ, ફાયનાન્સિયલ સર્વિસ એન્ડ ઇન્સ્યોરન્સ, ફુડ પ્રોસેસિંગ, સ્પોર્ટ્સ / ફિઝિકલ એજ્યુકેશન ફિટનેસ એન્ડ લેઇઝર અને પ્લમ્બિગ જેવા ટ્રેડ શરૂ કરવા અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કૌશલ્ય આધારિત વોકેશનલ વિષયનો અભ્યાસ કરી આજીવિકા મેળવી શકે તે દિશામાં સુચન કર્યું હતું. વધુમાં DEO એ પરિણામ મેળવવાની દિશામાં શાળાઓ ખાસ આયોજન હાથ ધરે તેમ સુચવ્યુ હતું




