પાંડુ ખાતે સુપ્રસિધ્ધ દરગાહ ના વાર્ષિક ઉર્ષ નિમિત્તે સુરત મોટી ગાદીના ધર્મગુરુઓની ઉપસ્થિતિ વચ્ચે રીફાઈનો જલશો યોજાયો.

તારીખ ૦૬/૦૫/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નજીક પાન્ડુ મેવાસ ગામ સ્થિત સુપ્રસિધ્ધ દરગાહમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ દાદા સદન શાહ સરમસ્ત ના વાર્ષિક ઉર્સ શરીફ નિમિત્તે ભવ્ય “રાતિબે રીફાઈ” ના જલશાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે મોટી સંખ્યામાં અકીદતમંદોએ સાથે અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સમગ્ર દરગાહ પરિસરમાં ભક્તિમય અને પવિત્ર વાતાવરણ છવાઈ ગયું હતું અને સુરતની મોટી ગાદીના ધર્મગુરુ પીરજાદા સૈયેદ ગૌસુદ્દીન રિફાઇ ઉર્ફ હઝરત સાહેબ, પીરજાદા સૈયેદ વજીઉદ્દીન ઉર્ફ હુસૈન સાહેબ રીફાઈ હઝરત સૈયદ ઝૈદબાબા રીફાઇ અને હઝરત સૈયદ અમીનુદ્દીન રફાઇ સાથે હઝરત સૈયદ હસનૈનબાબા રીફાઇની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે મહેફિલમાં વિશેષ રોનક જોવા મળી હતી જેમાં રાતિબે રીફાઈના ધાર્મિક કાર્યક્રમમાં ઝિક્ર,નાત અને મનકબત બાદ સલામ સાથે દુવા માંગવામાં આવી હતી.શ્રદ્ધાળુઓએ શાંતિ, સુખ-સમૃદ્ધિ અને દેશની એકતા માટે ખાસ દુઆઓ કરી હતી આ આયોજનમાં અશરફી કમેટીના સભ્યો સાથે સ્થાનિક આગેવાનો અને સેવાભાવી યુવાનોનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો.જેના કારણે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.







