ARAVALLIMEGHRAJMODASA

ઇસરીની એન.યુ. બિહોલા પી.વી.એમ. હાઈસ્કૂલનું ધોરણ 10 નું ઉત્તમ ૯૭.૨૭ ટકા પરિણામ જાહેર

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ઇસરીની એન.યુ. બિહોલા પી.વી.એમ. હાઈસ્કૂલનું ધોરણ 10 નું ઉત્તમ ૯૭.૨૭ ટકા પરિણામ જાહેર

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઇસરી સ્થિત શ્રી એન.યુ. બિહોલા પી.વી.એમ. હાઈસ્કૂલનું ધોરણ 10 (માર્ચ-2025)નું પરિણામ જાહેર થયું છે. શાળાએ કુલ ૯૭.૨૭ ટકા જેટલું નોંધપાત્ર પરિણામ હાંસલ કરીને ઉત્તમ શૈક્ષણિક પ્રદર્શન કર્યું છે.શાળામાં કુલ ૧૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી ૧૦૭ વિદ્યાર્થીઓ સફળ થયા છે, જ્યારે માત્ર ૦૩ વિદ્યાર્થીઓ નાપાસ રહ્યા છે. પરિણામ મુજબ ૫૪ વિદ્યાર્થીઓ અને ૫૩ વિદ્યાર્થિનીઓ પાસ થયા છે, જ્યારે ૦૧ વિદ્યાર્થી અને ૦૨ વિદ્યાર્થિનીઓ નાપાસ રહ્યા છે.

શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓમાં વિર હિતેશકુમાર પટેલે ૬૦૦ માંથી ૫૮૦ ગુણ મેળવી ૯૬.૬૭ ટકા સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને ૯૯.૮૧ પરસેન્ટાઇલ મેળવ્યો છે. બીજા ક્રમે વિધિ પ્રવિણભાઈ પંચાલે ૫૬૭ ગુણ (૯૪.૫૦ ટકા) સાથે સ્થાન મેળવ્યું છે, જ્યારે ત્રીજા ક્રમે મિહિર જગદીશભાઈ કોપસાએ ૫૫૧ ગુણ (૯૧.૮૩ ટકા) મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.તે ઉપરાંત હેન્સી મયંકભાઈ પટેલ (૯૦.૩૩%), હીર બીપિનચંદ્ર મકવાણા (૮૭.૩૩%), રાહુલ નરેશભાઈ વાદી (૮૬.૬૭%), જૈમિન યોગેશભાઈ બરંડા (૮૬.૫૦%), રિયાંક હસમુખભાઈ પટેલ (૮૬.૧૭%), વિયા સુનિલભાઈ પટેલ (૮૫.૩૩%) અને કરણ નવનીતભાઈ ફેરા (૮૪.૧૭%) સહિતના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.શાળાના આ ઉત્કૃષ્ટ પરિણામ બદલ આચાર્ય તથા શિક્ષકમંડળતેમજ શાળાના મંડળ ધ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!