MORBI:મોરબી ૨૬ મે ના રોજ યોજાશે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’, ૧૦ મે સુધીમાં અરજીઓ સ્વીકારાશે





MORBI:મોરબી ૨૬ મે ના રોજ યોજાશે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’, ૧૦ મે સુધીમાં અરજીઓ સ્વીકારાશે

મોરબી શહેરના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના ઝડપી નિકાલ માટે આગામી ૨૬ મે, ૨૦૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ (તાલુકા સ્વાગત) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ ખાતે યોજાશે.
અરજી કરવાની છેલ્લી તારીખ શહેરી વિસ્તારના નાગરિકોએ પોતાના પ્રશ્નો કે ફરિયાદો આગામી ૧૦ મે, ૨૦૨૬ સુધીમાં મામલતદાર કચેરીને રૂબરૂ પહોંચતા કરવાના રહેશે. ૧૦ તારીખ બાદ મળેલી અરજીઓ આગામી માસના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે.
અરજી માટેના મહત્વના નિયમો:શીર્ષક: અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવું અનિવાર્ય છે.પૂર્વ રજૂઆત: અરજદારે જે-તે પ્રશ્ન અંગે અગાઉ સંબંધિત ખાતાના અધિકારીને લેખિતમાં જાણ કરેલી હોવી જોઈએ. જો તે પ્રશ્ન અનિર્ણિત હોય, તો જ અહીં રજૂઆત કરી શકાશે.આધાર પુરાવા: અગાઉ કરેલી રજૂઆતનો આધાર અને મળેલા જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે જોડવાની રહેશે.વિગતો: અરજીમાં અરજદારનું નામ, સરનામું, ફોન નંબર અને સહી હોવી જરૂરી છે. પ્રશ્નો સ્પષ્ટ અને મુદ્દાસર હોવા જોઈએ.અલગ વિષય: જો એકથી વધુ વિષયના પ્રશ્નો હોય, તો દરેક માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.
કયા પ્રશ્નો ધ્યાને લેવામાં નહીં આવે?મોરબી મામલતદાર (શહેર) ની યાદી મુજબ નીચે મુજબના પ્રશ્નો આ કાર્યક્રમમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં:
સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો.અન્ય વ્યક્તિના પ્રશ્નો (અરજદારે પોતાનો જ પ્રશ્ન રજૂ કરવો).કોર્ટ મેટર, દાવાઓ અથવા આક્ષેપોને લગતી બાબતો.અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો.અગાઉના ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ માં લેવાઈ ગયેલા પ્રશ્નો.મોરબી શહેરના અરજદારોને આ સમયમર્યાદામાં પોતાની સચોટ રજૂઆત કરવા માટે મામલતદાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



