SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્ય દંડકના હસ્તે કરોડોના વિકાસકામોનો શુભારંભ

વઢવાણ ભોગાવો નદીના કાંઠે રૂ. ૫૬ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-૩ અને રૂ. ૮ કરોડના ખર્ચે રંભાબેન ટાઉન હોલનું થશે નવનિર્માણ

તા.06/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વઢવાણ ભોગાવો નદીના કાંઠે રૂ. ૫૬ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-૩ અને રૂ. ૮ કરોડના ખર્ચે રંભાબેન ટાઉન હોલનું થશે નવનિર્માણ, સુરેન્દ્રનગર ખાતે શહેરના નાગરિકોની સુખાકારી અને આધુનિક સુવિધાઓમાં વધારો કરવાના ઉમદા હેતુથી નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના ત્રીજા તબક્કાનું તેમજ શહેરના હાર્દ સમાન રંભાબેન ટાઉન હોલના નવીનીકરણ કાર્યનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન-અર્ચન કરી કામગીરીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર શહેરની સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે અંદાજે રૂ. ૮ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી છે આ નવનિર્મિત ટાઉન હોલ સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે નાગરિકોને ઉત્તમ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડશે વધુમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટની વિગતો આપતા તેમણે ઉમેર્યું હતું કે રિવરફ્રન્ટના પ્રથમ અને બીજા ફેઝની સફળતા બાદ હવે ત્રીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવ્યું છે બસ સ્ટેન્ડ પાછળના ભાગથી શરૂ કરી ગેબનશા પીર સુધીના અંદાજે ૩ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. ૫૬ કરોડનો ખર્ચ કરવામાં આવશે આ પ્રોજેક્ટ પૂર્ણ થતા શહેરના નાગરિકોને હરવા-ફરવા માટે એક સુંદર, નયનરમ્ય અને સુવિધાજનક સ્થળ ઉપલબ્ધ થશે, જે શહેરની શોભામાં અભિવૃદ્ધિ કરશે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરેન્દ્રનગરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા શહેરના આધુનિક માળખાગત વિકાસ માટે ગ્રાન્ટની ઉદાર હાથે ફાળવણી કરવામાં આવી રહી છે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા અને શહેરને સ્માર્ટ બનાવવાના લક્ષ્યાંક સાથે આ પ્રોજેક્ટ્સ એક મહત્વનું કદમ સાબિત થશે આ કાર્યક્રમમાં સર્વે અગ્રણી હાર્દિકભાઈ ટમાલિયા, જયભાઈ શાહ, વિપુલભાઈ ચૌહાણ, નિરવભાઈ દવે, અશોકસિંહ પરમાર, ગજેન્દ્ર ચૌહાણ સહિત સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરઓ સહિતના અગ્રણીઓ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા, રવિકાન્ત પટેલ તથા સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!