MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભારતીય મઝદુર સંઘ મેદાને; શ્રમિકોના શોષણ મુદ્દે મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

MORBI:મોરબી ભારતીય મઝદુર સંઘ મેદાને; શ્રમિકોના શોષણ મુદ્દે મુખ્યમંત્રીને સંબોધી કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર

 

મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીમાં શ્રમિકોની કફોડી સ્થિતિ અને શ્રમ કાયદાઓના ઉલ્લંઘન મુદ્દે આજે ભારતીય મઝદુર સંઘ (BMS) દ્વારા આક્રમક રજૂઆત કરવામાં આવી છે. સંઘ દ્વારા જિલ્લા કલેક્ટર મારફત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવી ઠેકા (કોન્ટ્રાક્ટ) શ્રમિકોના હિતમાં કડક પગલાં લેવાની માંગ કરી છે.

8 કલાકને બદલે 12 કલાક કામ, છતાં પાયાની સુવિધાઓનો અભાવ આવેદનપત્રમાં ગંભીર આક્ષેપો કરતા જણાવાયું છે કે, ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમ કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. નોઈડા અને સુરતના હજીરા જેવી ઘટનાઓ ટાંકીને શ્રમિકોની દયનીય સ્થિતિનો ચિતાર રજૂ કરાયો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ:

શ્રમિકો પાસે 8 કલાકને બદલે 10 થી 12 કલાક કામ લેવામાં આવે છે.PF, ESIC, બોનસ અને ગ્રેજ્યુટી જેવા કાયદેસરના લાભો આપવામાં આવતા નથી.પીવાનું શુદ્ધ પાણી અને સુરક્ષા માટેના Safety સાધનોનો અભાવ જોવા મળે છે.વધારાના કામ (ઓવરટાઇમ) માટે નિયમ મુજબ ચૂકવણી કરવામાં આવતી નથી.

નવા શ્રમ કાનૂનોના અમલની મુખ્ય માંગણીઓ ગત 1 એપ્રિલ 2026 થી દેશમાં અમલી બનેલા નવા 4 શ્રમ કાનૂનોના સંદર્ભમાં સંઘે નીચે મુજબની પ્રમુખ માંગણીઓ રજૂ કરી છે:01-04-2026 થી અમલમાં આવેલા 4 નવા શ્રમ કાનૂનોનો તાત્કાલિક અને ચુસ્ત અમલ કરવો.2 શ્રમ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરી વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવી.3 ‘સમાન કામ, સમાન વેતન’ ના સિદ્ધાંત મુજબ પગાર ધોરણ નક્કી કરવા.4 ઓવરટાઇમની ચૂકવણી ફરજિયાતપણે ડબલ દરે કરવી.5 લઘુત્તમ વેતન, PF અને ગ્રેજ્યુટીની ચૂકવણીમાં મનમાની અટકાવવી.”માલિકોની મનમાની અને શોષણ સામે કામદારોમાં ભારે અજંપો જોવા મળી રહ્યો છે. જો સમયસર શ્રમિકોને ન્યાય નહીં મળે અને સલામતીના કાયદાઓનું પાલન નહીં કરાવાય, તો આગામી દિવસોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.” – ભારતીય મઝદુર સંઘ, મોરબી.શ્રમિકોની ઔદ્યોગિક સલામતી અને તેમના મૂળભૂત અધિકારો માટે કરવામાં આવેલી આ રજૂઆતને પગલે હવે તંત્ર કેવા પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાણી છે.

Back to top button
error: Content is protected !!