MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેર: પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતે રિક્ષાચાલકો વચ્ચે લોહિયાળ જંગ; લોખંડના પાઈપથી હુમલો

WAKANER:વાંકાનેર: પેસેન્જર બેસાડવા જેવી નજીવી બાબતે રિક્ષાચાલકો વચ્ચે લોહિયાળ જંગ; લોખંડના પાઈપથી હુમલો

 

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર આવેલા જકાતનાકા રિક્ષા સ્ટેન્ડ પાસે પેસેન્જર બેસાડવાની ખેંચતાણમાં રિક્ષાચાલકો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ વિવાદમાં એક રિક્ષાચાલકને લોખંડના પાઈપ વડે બેરહેમીથી ફટકારવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતા અને રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા દીપકભાઇ કાનાભાઇ ધેણોજા (ઉ.વ. ૩૫) જકાતનાકા પાસે રિક્ષા સ્ટેન્ડ પર હતા. આ સમયે રિક્ષામાં પેસેન્જર બેસાડવા જેવી સામાન્ય બાબતે આરોપી ફીરોજ મુસા સાથે તેઓને ઉગ્ર બોલાચાલી થઈ હતી.

જોતજોતામાં વિવાદ વકર્યો હતો અને આરોપી ફીરોજે દીપકભાઈ સાથે ઝપાઝપી કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ દરમિયાન અન્ય બે આરોપીઓ અકબર મુસા અને સાહીલ મુસા પણ ત્યાં લોખંડના પાઈપ જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા.

આરોપીઓએ દીપકભાઈનો કાઠલો પકડી લીધો હતો અને અકબર તથા સાહીલે લોખંડના પાઈપ વડે તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ મામલે ભોગ બનનાર દીપકભાઇ ધેણોજાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ (ફીરોજ મુસા, અકબર મુસા અને સાહીલ મુસા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આઈ.પી.સી.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા અને કાયદેસરની કાર્યવાહી કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!