BANASKANTHAPALANPUR

ચડોતર ગામે આંગણવાડી કેન્દ્ર-૨ ખાતે આધુનિક “નંદઘર” નો ભવ્ય શુભારંભ

9 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

નાના ભૂલકાઓ માટે આનંદનો દિવસ:બાળ કલ્યાણને વેગ
પાલનપુર તાલુકાના ચડોતર ગામના બાલાપીર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર-૨ ખાતે નવીન “નંદઘર” નો શુભારંભ સરપંચ શ્રીમતી પ્રિયંકાબેન લગોટીના હસ્તે કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારશ્રીના જી.એસ.પી.સી.ના સહયોગથી આધુનિક સુવિધાઓ સાથે નંદઘરનું બાંધકામ કરવામાં આવ્યું છે, જે આંગણવાડી કેન્દ્રને વધુ સુવિધાસભર બનાવી નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. વિભાગના બ્લોક કોઓર્ડિનેટર કિરણભાઈએ સરકારશ્રીના બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન નાના ભૂલકાઓ, માતાઓ અને વાલીગણની ઉપસ્થિતિમાં આનંદમય વાતાવરણ સર્જાયું હતું. તેડાગર સુનિતાબેન લગોટીએ ઉપસ્થિત મહેમાનોનું પેંડા આપી મોં મીઠું કરાવ્યું હતું.આ પ્રસંગે બાળ વિકાસ યોજના અધિકારી ડાહીબેન જાસકિયા, મુખ્ય સેવિકા સુશ્રી ભારતીબેન પરમાર, સુશ્રી કોકિલાબેન, અગ્રણીશ્રી મહેશભાઈ લોહ, શ્રી શ્રવણભાઈ લગોટી, પંચાયત સભ્યશ્રી શૌકતભાઈ, શ્રી ગણપતભાઈ પરેચા, શ્રી વિજયભાઈ ખરસાણ, શ્રી શાંતિભાઈ વળાગાઠ તેમજ લોકમિત્રશ્રી ફારૂકભાઈ સાથે જ વિસ્તારની બહેનો, આશા વર્કર બહેનો તથા ગામના તમામ ૬ આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને હેલ્પર બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!