ખાબજી ગામે ચૈતર ફળિયામાં સ્મશાન માર્ગ પર કોઝવેનું આમ આદમી પાર્ટીના નવનિયુક્ત જિલ્લા સદસ્ય દ્વરા ખાતમુહૂર્ત,

ખાબજી ગામે ચૈતર ફળિયામાં સ્મશાન માર્ગ પર કોઝવેનું આમ આદમી પાર્ટીના નવનિયુક્ત જિલ્લા સદસ્ય દ્વરા ખાતમુહૂર્ત,

વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ડેડિયાપાડા તાલુકાના ખાબજી ગામે ચૈતર ફળિયામાં સ્મશાન તરફ જતા રસ્તા પર આવેલા કોતરડા ઉપર કોઝવે બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવનિયુક્ત મંડાળા જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન નરોત્તમભાઈ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગામજનો અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં વિધિવત પૂજા-અર્ચના સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા લાંબા સમયથી આ કોઝવેની માંગ કરવામાં આવી રહી હતી, કારણ કે વરસાદી મોસમ દરમિયાન સ્મશાન તરફ જવા માટે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
AAP ના નવનિયુક્ત ચૂંટાયેલા સભ્યો દ્વારા એક પછી એક વિકાસના કામોને લઈને પહેલ કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોમાં પણ નવી આશા જાગી છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિસ્તારના રસ્તા, પાણી, શિક્ષણ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ સહિત દરેક ક્ષેત્રમાં વિકાસના કામોને વધુ ગતિ આપવામાં આવશે.
કોઝવેનું કામ પૂર્ણ થતાં ચૈતર ફળિયાના લોકોને આવનજાવનમાં સરળતા મળશે તેમજ વરસાદી દિવસોમાં માર્ગ વ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી હતી.




