MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી રવાપર રોડ પરથી વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા

 

MORBI:મોરબી રવાપર રોડ પરથી વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા

મોરબી: શહેરના રવાપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એ-ડિવિઝન પોલીસે બે યુવાનોને વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિતના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસની ટીમ જ્યારે નાઇટ પેટ્રોલિંગમાં હતી, ત્યારે રવાપર રોડ પર ખોજા ખાના પાસે બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તેમની તલાસી લેતા પ્લાસ્ટિકની થેલીમાંથી વિદેશી દારૂના ચપલા મળી આવ્યા હતા.

પોલીસે  મુદ્દામાલ કબજે કર્યો વિદેશી દારૂ: ૦૪ નંગ ચપલા (કિંમત ₹૪૮૦/-)મોબાઈલ ફોન: ૦૨ નંગ (કિંમત ₹૧૦,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ₹૧૦,૪૮૦/-ઝડપાયેલા બંને આરોપીઓ ૨૦ વર્ષની વયના છે:અમનભાઈ અશરફભાઈ વિસર (રહે. ગીતામિલ સામે, પંચાસર રોડ, મોરબી) રેહાનભાઈ ઇમરાનભાઈ પલેજા (રહે. કાલિકા પ્લોટ, જલાલ ચોક, મોરબી) મોરબી પોલીસે બંને શખ્સોને અટકાયતમાં લઈને કાયદેસરની તપાસ શરૂ કરી છે કે તેઓ આ દારૂ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનો હતો.

Back to top button
error: Content is protected !!