SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરમાં 5500 જેટલા શ્વાનો ગણતરી દરમિયાન નોંધાયાં

તા.11/05/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વિસ્તારમાં રસ્તા પરના શ્વાનોની વસ્તી નિયંત્રણ તથા રેબીઝ નિવારણ માટે એનિમલ બર્થ કંટ્રોલ (ABC) અને એન્ટી રેબીઝ વેક્સિનેશન કાર્યક્રમને વૈજ્ઞાનિક રીતે અમલમાં મુકવા માટે ડોગ સેન્સસ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વે કાર્ય ડોગ સેન્સસ ક્ષેત્રના નિષ્ણાત તરીકે કાર્યરત ગોલ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું વસ્તી ગણતરીમાં જીપીએસ ટેકનોલોજી અને મોબાઈલ એપ બેઝ કરવામાં આવેલ. જેમાં શ્વાનના લોકેશન, નર-માદા, ઉંમર જેવી માહિતી ભેગી કરવામાં આવી હતી સર્વે દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર રહેતા શ્વાનોની ગણતરી, તેમની સ્થિતિ અને વિસ્તાર મુજબના હોટસ્પોટનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું સર્વેના આધારે સુરેન્દ્રનગર શહેરમાં અંદાજિત આશરે ૫૫૦૦ રસ્તા પરના શ્વાનો હોવાનું સામે આવ્યું છે ગોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા મહાનગરપાલિકાને આપવામાં આવેલ માહિતી મુજબ, શ્વાન વસ્તી નિયંત્રણ અને રેબીઝ નિયંત્રણ માટે આગામી બે વર્ષ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે. ટીમે દર મહિને અંદાજે ૨૫૦ શ્વાનોની સ્ટેરિલાઇઝેશન સર્જરી તથા રસીકરણ કાર્યક્રમ નિયમિત રીતે હાથ ધરવાની ભલામણ કરી છે આ કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મુકવા માટે નવા ABC સેન્ટરની સ્થાપના કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે નવા સેન્ટરમાં ઓછામાં ઓછા ૧૨૫ થી ૧૫૦ કેજ, ઓપરેશન થિયેટર, રિકવરી વિભાગ, દવાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ Animal Birth Control Rules, 2023 મુજબ ઉપલબ્ધ કરાવવાની ભલામણ કરવામાં આવી છે સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોગ્ય આયોજન, નિયમિત સ્ટેરિલાઇઝેશન અને રસીકરણ કાર્યક્રમના અમલથી શહેરમાં શ્વાન વસ્તી નિયંત્રણ, માનવ-શ્વાન સંઘર્ષમાં ઘટાડો તથા રેબીઝ જેવી જીવલેણ બીમારીના નિયંત્રણમાં મહત્વપૂર્ણ ફાયદો થાય તે માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!