KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરપાલિકાની નબળી નીતિ: તોડફોડ કરનાર સામે ફરિયાદ નહીં,માત્ર ‘જાણવાજોગ’ નોંધ કરી સંતોષ.

 

તારીખ ૧૨/૦૫/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા ખાતે શુક્રવારે પ્રમુખ અને ચીફ ઓફિસર ની કેબિનમાં તોડફોડ કરવામાં આવી હતી ચીફ ઓફિસર આ સમયે રજા ઉપર હતા સરકારી મિલકતને ભારે નુકસાન કરનાર ઇસમો સામે આજ દિન સુધી નગરપાલિકા સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી આજરોજ ચીફ ઓફિસરને રૂબરૂમાં મળતા તેઓએ જણાવેલ કે તોડફોડ કરી તે જ દિવસે જાણવાજોગ ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે અને આ જાણવા જોગ ફરિયાદ એકાઉન્ટ દ્વારા આપવામાં આવી છે જાણવાજોગ ફરિયાદમાં કોઈપણ વ્યક્તિના નામ આપવામાં આવ્યા નથી ત્યારે સવાલ એ થાય છે કે મીડિયા સમક્ષ અને આટલા બધા લોકો સમક્ષ તોડફોડ કરનાર ઇસમો ને કેમ છાવરવામાં આવે છે. ચીફ ઓફિસરને આ બાબતે સવાલ પૂછતા ચૂંટાયેલા કોર્પોરેટર આમાં સામેલ હોવાથી પાલિકા પ્રમુખ ની મંજૂરી હોય તો જ ફરિયાદ થાય તેવું જણાવવામાં આવેલ ત્યારે કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ને પૂછતા સમગ્ર બાબતે ચીફ ઓફિસરના અધિકાર ક્ષેત્રમાં આવતી હોવાથી તેઓએ જ આ બાબતે ફરિયાદ કરવા માટે અધિકૃત (કાયદેસર ) હોવાનું જણાવે છે ત્યારે સવાલ એ થાય છે કે દિન દહાડે નગરપાલિકામાં સરકારી મિલકતને નુકસાન કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? શું નગરપાલિકા ખરેખર વોર્ડ નંબર ચાર સાથે ઓરમાયુ વર્તન કરે છે? શુ છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર ચારના કોઈ કામો થયા નથી?કાલોલ નગરપાલિકા દ્વારા જાણી જોઈને દિન દહાડે મીડિયાની સામે સમગ્ર ગુજરાત રાજ્યમાં વાયરલ થયેલા વિડિયો ને જોતા પાલિકાની અંદર તોડફોડ કરવામાં આવે છે તેમ છતાં પણ કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી?

Back to top button
error: Content is protected !!