ANANDANAND CITY / TALUKO

આણંદ મેમણ જમાત દ્વારા વોર્ડ નંબર 3 અને 4 નાં કાઉન્સિલરોનો સન્માન સમારંભ યોજાયો

આણંદ મેમણ જમાત દ્વારા વોર્ડ નંબર 3 અને 4 નાં કાઉન્સિલરોનો સન્માન સમારંભ યોજાય.*

તાહિર મેમણ – આણંદ – 12/05/2026 – આણંદ નવી મેમણ કોલોનીમાં વોર્ડ નંબર 3 અને 4નાં ચૂંટાયેલા કાઉન્સિલરો શ્રી સલીમશા દિવાન, ડો. જાવેદભાઈ વહોરા, અપક્ષ કાઉન્સિલર મહેશભાઈ વસાવા, એરિકબેન મેકવાન, અયમનબેન નાથાણી, નજમાબેન પઠાણ,રેશ્માબેન મન્સુરી, નૂર મહમદભાઈ નું સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કાઉન્સિલર શ્રી સલીમશા દિવાને પ્રાસંગિક પ્રવચન આપી વોર્ડનાં અધુરા કાર્યો અને નવા વિકાસને લગતા કાર્યોને આગળ ધપાવવાની ખાતરી આપી હતી. ડો. જાવેદભાઈ એ આ પ્રસંગે વિસ્તારનાં મતદારોને સાથે રાખી પૂર્વપટ્ટી વિસ્તારનાં કાર્યોને વેગવંતા બનાવવાનું વચન આપ્યું હતું.

આ પ્રસંગે અયમનબેન નાથાણી, એરિકબેન મેકવાન, નજમાબેન પઠાણ, રેશ્માબેન મન્સૂરીએ મતદારોનો આભાર માન્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આણંદ મેમણ જમાતનાં કાર્યકારી પ્રમુખ અશરફભાઈ મચ્છીવાળા, ઝોનલ સેક્રેટરી જાવેદભાઈ રાખડીવાળા, સભ્યશ્રી પ્રોફેસર પરવેઝસર મેમણ તેમજ મેમણ સમાજનાં યુવાનોએ કર્યું હતું.

કાર્યક્રમને અંતે આભારવિધિ ફારૂકભાઈ મેમણે કરી હતી.

Back to top button
error: Content is protected !!