ARAVALLIMODASA

અરવલ્લી –  હવામાં તેમજ જમીન પર ફાયરિંગ કરી ફરાર થયેલો આરોપી કલાકોમાં ઝડપાયો, રિવોલ્વર અને 37 કારતૂસ જપ્ત

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  હવામાં તેમજ જમીન પર ફાયરિંગ કરી ફરાર થયેલો આરોપી કલાકોમાં ઝડપાયો, રિવોલ્વર અને 37 કારતૂસ જપ્ત

અરવલ્લી જિલ્લા પોલીસ એસ.ઓ.જી. ટીમે ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મહત્વની કામગીરી કરી છે. આરોપી પાસેથી લાયસન્સવાળી રિવોલ્વર એક અને જીવતા કારતૂસ 37 મળી કુલ રૂ. 26,850નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક  અને જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ જિલ્લા એસ.ઓ.જી.એ આ કાર્યવાહી હાથ ધરી હતી.માહિતી મુજબ, ટીંટોઈ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી દિવ્યરાજસિંહ મહેન્દ્રસિંહ રહેવર એ ગત 6 મેના રોજ જીવનપુર ખાતે આવેલી મેડ્રોપેક બાયોફ્યુલ  કંપનીમાં એન્જિનિયર  વિનોથ કુમાર મરૂથ ના ઓને ધમકી આપી હતી. આરોપીએ પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી હવામાં તેમજ જમીન તરફ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચર્યો હતો.આ બનાવ બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. એસ.ઓ.જી. પોલીસને મળેલી બાતમીના આધારે મોડાસા શામળાજી રોડ પર નવી સિવિલ હોસ્પિટલ સામે આવેલા શ્રી કૃષ્ણા મેડિકલ સ્ટોર નજીકથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રિવોલ્વર અને જીવતા કારતૂસ જપ્ત કરી વધુ તપાસ માટે તેને ટીંટોઈ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો છે.

Back to top button
error: Content is protected !!