ARAVALLIMODASA

અરવલ્લીમાં એસઓજીની કાર્યવાહી: શંકાસ્પદ ડી.ઇ.એફ. યુરીયા જથ્થા સાથે એક ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લીમાં એસઓજીની કાર્યવાહી: શંકાસ્પદ ડી.ઇ.એફ. યુરીયા જથ્થા સાથે એક ઝડપાયો

અરવલ્લી જિલ્લાના Aravalli District Police એસ.ઓ.જી. ટીમે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી શંકાસ્પદ ડી.ઇ.એફ. યુરીયાનો જથ્થો ઝડપી પાડ્યો છે. શામળાજી-રતનપુર નેશનલ હાઇવે પર આવેલી જૂની બંધ પડેલી હોટલમાંથી આશરે 12,260 લીટર ડી.ઇ.એફ. યુરીયા, જેની કિંમત રૂ. 7.60 લાખથી વધુ થાય છે, કબજે કરવામાં આવ્યો છે

પોલીસને મળેલી બાતમીના આધારે શામળાજી-રતનપુર રોડ પર ઓનેસ્ટ હોટલ નજીક આવેલી બંધ પડેલી હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી એક શખ્સ મળી આવ્યો હતો, જેને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અરવિંદકુમાર નેમીચંદ બગારીયા હોવાનું જણાવ્યું.

તપાસ દરમિયાન પતરાની શેડવાળી હોટલમાં મોટા પ્લાસ્ટિકના ટાંકા તેમજ 10 અને 20 લીટરના ડોલમાં ભરેલો કુલ 12,260 લીટર ડી.ઇ.એફ. યુરીયા મળી આવ્યો હતો. પોલીસ દ્વારા જથ્થા અંગે બિલ કે અન્ય કાયદેસર આધાર પુરાવા માંગતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.પ્રાથમિક તપાસમાં આ જથ્થો ચોરી અથવા છળકપટથી મેળવેલો હોવાની શંકા ઉભી થતા સમગ્ર જથ્થો કબ્જે લઈ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક Virendrasinh Yadav અને અરવલ્લી પોલીસ અધિક્ષક Manoharsinh N. Jadeja ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પીઆઈ પી.બી. ચૌધરી અને ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!