ARAVALLIMODASA

મોડાસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે સતત બીજી વખત દાવલી હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ પ્રજાપતિની બિનહરીફ વરણી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે સતત બીજી વખત દાવલી હાઈસ્કૂલના આચાર્ય નરેશભાઈ પ્રજાપતિની બિનહરીફ વરણી

મોડાસા તાલુકા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે સતત બીજી વખત દાવલી હાઈસ્કુલના ઉત્સાહી અને કર્મનિષ્ઠ આચાર્ય નરેશભાઈ પ્રજાપતિ ની બિનહરીફ વરણી થતાં શિક્ષણ જગતમાં આનંદ અને હર્ષની લાગણી વ્યાપી છે

શૈક્ષણિક ક્ષેત્રે સતત સક્રિય રહી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે સારો સમન્વય સ્થાપિત કરનાર નરેશભાઈ પ્રજાપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન શિક્ષણની ગુણવત્તા, શાળાઓ વચ્ચે એકતા અને શિક્ષક હિતના પ્રશ્નોમાં નોંધપાત્ર કામગીરી કરી છે. તેમના સૌહાર્દપૂર્ણ સ્વભાવ, નેતૃત્વ ક્ષમતા અને શિક્ષણપ્રેમને કારણે તાલુકાના આચાર્યો દ્વારા ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કરી બિનહરીફ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.આ પ્રસંગે તાલુકાભરના શિક્ષણપ્રેમીઓ, આચાર્યમિત્રો, સમાજના આગેવાનો તેમજ શુભેચ્છકોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવી ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.“સૌના સહકાર અને વિશ્વાસથી શિક્ષણક્ષેત્રે વધુ સકારાત્મક અને રચનાત્મક કાર્ય કરવા પ્રતિબદ્ધ છું,” એમ નરેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!