MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુના સાદુળકા પાસે કાળમુખો ખાડો: પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત ૩ના કરુણ મોત

 

MORBI:મોરબીના જુના સાદુળકા પાસે કાળમુખો ખાડો: પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત ૩ના કરુણ મોત

મોરબી પંથકમાં આજે એક હૃદયદ્રાવક અને ગોઝારી ઘટના સામે આવી છે. મોરબી નજીક આવેલા જુના સાદુળકા ગામ પાસે પાણીથી ભરેલા એક મોટા ખાડામાં (તલાવડીમાં) ડૂબી જવાને કારણે ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ કરુણ ઘટનાને પગલે સાદુળકા ગામ સહિત સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર, સાદુળકા ગામ પાસે આવેલી એક તલાવડી સમાન મોટા ખાડામાં આજે સવારે ૧૧ થી ૧૧:૩૦ વાગ્યાના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. ત્રણ વ્યક્તિઓ કોઈ કારણોસર આ ઊંડા પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા. પાણીની ઊંડાઈ વધુ હોવાને કારણે ત્રણેય વ્યક્તિઓ ગણતરીની મિનિટોમાં જ ગરકાવ થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને તાત્કાલિક મોરબી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.૩ કલાકનું સઘન રેસ્ક્યુ ઓપરેશન બનાવની જાણ થતા જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ સવારે ૧૧:૩૦ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા પાણીમાં ડૂબેલા શખ્સોને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંદાજે 3 કલાકના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ, બપોરે ૨:૪૫ વાગ્યાની આસપાસ ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી. મૃતકોની ઓળખઃ કાકા-ભત્રીજાના મોતથી પરિવારમાં કલ્પાંત ફાયર બ્રિગેડની ટીમે કલાકોની જહેમત બાદ પાણીમાંથી બહાર કાઢેલા ત્રણેય મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. મૃતકોમાં નીચે મુજબના વ્યક્તિઓનો સમાવેશ થાય છેઃ હાથાભાઈ પૂંજાભાઈ રાતડીયા (ઉંમર ૨૮, રહે. લક્ષ્મીનગર) જયદેવ સોડાભાઈ રાતડીયા (ઉંમર ૧૧) કારૂભાઈ ગીગાભાઈ વહેરા (ઉંમર ૩૧, રહે. ધરમપુર) આ કરુણ બનાવમાં મૃત્યુ પામનાર હાથાભાઈ અને ૧૧ વર્ષીય માસૂમ જયદેવ બંને સંબંધમાં કાકો-ભત્રીજો થતા હોવાનું સામે આવ્યું છે. કાકા-ભત્રીજા સહિત ત્રણ લોકોના અકાળે મોત નિપજતા લક્ષ્મીનગર અને ધરમપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વ્હાલસોયા સ્વજનો ગુમાવતા પરિવારજનોમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે.

Back to top button
error: Content is protected !!