MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીવાસીઓ માટે મહત્વના સમાચાર: આગામી ૨ દિવસ આ વિસ્તારોમાં પાણી કાપ રહેશે

 

MORBI:મોરબીવાસીઓ માટે મહત્વના સમાચાર: આગામી ૨ દિવસ આ વિસ્તારોમાં પાણી કાપ રહેશે

મોરબી: મોરબી મહાનગરપાલિકાના વોટર શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેવા અંગે એક અખબાર યાદી જાહેર કરવામાં આવી છે. રસ્તાના કામ અને હેડવર્કસના રીનોવેશનને કારણે તા. ૧૪ મે થી ૧૫ મે સુધી પાણી પુરવઠો ખોરવાશે.રવાપર વિસ્તાર: રવાપર-ઘુનડા રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામગીરી દરમિયાન નડતરરૂપ પાણીની પાઈપલાઈનનું શિફ્ટિંગ કરવાનું હોવાથી તા. ૧૪/૦૫/૨૦૨૬ થી ૧૫/૦૫/૨૦૨૬ સુધી રવાપર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.ગૌશાળા હેડવર્કસ હેઠળના વિસ્તારો: ગૌશાળા ખાતે આવેલા ૪૩ MLD હેડવર્કસના રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે નીચે મુજબના વિસ્તારોમાં ર દિવસ પાણી નહીં મળે: સુરજ બાગ – દરબાર ગઢ -રણછોડ નગર તથા ગૌશાળા હેડવર્કસથી જોડાયેલા અન્ય વિસ્તારો.નોંધ: મહાનગરપાલિકા દ્વારા આ બંને કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. જાહેર જનતાને આ સમયગાળા દરમિયાન પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!