MORBIMORBI CITY / TALUKO

MORBl:મોરબી હાઈવે પર આવેલા ‘સીસો થાઈ સ્પા’ પર પોલીસના દરોડા; જાહેરનામાનો ભંગ બદલ મેનેજર સામે ગુનો દાખલ

 

MORBl:મોરબી હાઈવે પર આવેલા ‘સીસો થાઈ સ્પા’ પર પોલીસના દરોડા; જાહેરનામાનો ભંગ બદલ મેનેજર સામે ગુનો દાખલ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મોરબી એસ.ઓ.જી. (Special Operations Group) પોલીસની ટીમ સતત પેટ્રોલિંગમાં છે. આ દરમિયાન મોરબી-માળીયા હાઈવે પર આવેલા એક સ્પામાં તપાસ કરતા નિયમોનું ઉલ્લંઘન માલુમ પડતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

એસ.ઓ.જી. પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને મોરબી-માળીયા હાઈવે પર સ્થિત ‘ઓરબીટ-૨’ શોપિંગ સેન્ટરમાં કાર્યરત ‘સીસો થાઈ સ્પા’ માં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને નીચે મુજબની ક્ષતિઓ જોવા મળી હતી:

નોંધણીનો અભાવ: સ્પામાં કામ કરતા ૪ કર્મચારીઓના બાયોડેટા ફોર્મ ભરીને પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવ્યા ન હતા. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર સ્પા અને અન્ય વ્યાપારી એકમોમાં સીસીટીવી રેકોર્ડિંગ રાખવું ફરજિયાત છે, જેનું પાલન અહીં કરવામાં આવ્યું ન હતું.

જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ થતો હોવાનું જણાતા, પોલીસે સ્પાના મેનેજર બ્રીગલીંગસ્ટોન ગંગાપ્રસાદ રેન્ગ (રહે. ત્રિપુરા) વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) કલમ-૨૨૩ હેઠળ ગુનો નોંધીને મેનેજર સામે કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!